Devendra Pandey , Venkata Krishna B : શ્રીલંકા આગામી એશિયા કપની યજમાની કરે તેવી શક્યતા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) ટૂર્નામેન્ટને પાકિસ્તાનથી ખસેડવા માટે તૈયાર છે. આ પહેલા BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે ત્યારથી જ ટૂર્નામેન્ટને યજમાન દેશમાંથી શિફ્ટ કરવાની ચર્ચા ચાલી રહી હતી.
ટૂર્નામેન્ટના આયોજન સ્થળ પર અંતિમ નિર્ણય આ મહિનાના અંતમાં આવી શકે છે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન દ્વારા શ્રીલંકામાં કાર્યક્રમની યજમાનીના પગલાનું સમર્થન કરવાની આશા છે. ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ભાગીદારી અત્યાર સુધી સ્પષ્ટ નથી. કારણ કે રિપોર્ટથી સંકેત મળે છે કે તે ઇવેન્ટનો બહિષ્કાર કરી શકે છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) ટૂર્નામેન્ટને ઘરઆંગણે રાખવા માટે પ્રયત્નો કરી રહ્યું છે. BCCI એ ACCના અન્ય સભ્ય દેશોનો ટેકો શોધી રહ્યું છે ત્યારે આ નિર્ણય અત્યારે ઔપચારિકતા જણાય છે. બીસીસીઆઈએ સરકારની મંજૂરી ના મળવાનું કારણ આપીને ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યા હતો. આ પછી PCB એ એશિયા કપની યજમાની માટે હાઇબ્રિડ મોડલનો પ્રસ્તાવ મુક્યો હતો જ્યાં એકલા ભારતની મેચો દુબઈમાં યોજવામાં આવશે.
જોકે તે દરખાસ્તને ટૂર્નામેન્ટના પ્રસારણકર્તા સાથે કોઈ લેનારા મળ્યા ન હતા અને તેના પર ચિંતા વ્યક્ત કરી છે. ACC સભ્યોની તાજેતરની અનૌપચારિક મિટિંગ દરમિયાન એવું માનવામાં આવે છે કે ઓમાને પણ ટૂર્નામેન્ટનું આયોજન કરવાની ઓફર કરી હતી. પરંતુ શરતોને ધ્યાનમાં રાખીને શ્રીલંકાને એક આદર્શ સ્થળ માનવામાં આવે છે.
આ પણ વાંચો – વન-ડે વર્લ્ડ કપ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચ રમાશે!
દુબઈમાં સપ્ટેમ્બરમાં એશિયા કપની 2018ની સિઝન રમાઇ હતી. ત્યારે ખેલાડીઓ માટે પરિસ્થિતિઓ અત્યંત પડકારજનક હતી. તે ટૂર્નામેન્ટ હતી જ્યાં હાર્દિક પંડ્યા પીઠની ઈજા થઇ હતી. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વર્લ્ડ કપ શરૂ થવાનો છે જેથી ટીમો વધારે ગરમીમાં ખેલાડીઓના જોખમ લેવા માંગતી નથી અને શ્રીલંકા ક્રિકેટ ટૂર્નામેન્ટની યજમાનીમાં રસ દર્શાવી રહ્યું છે. એસીસી આગામી અઠવાડિયામાં અંતિમ નિર્ણય પર પહોંચવાની તૈયારીમાં છે. જો શ્રીલંકા ઇવેન્ટનું આયોજન કરશે તો દામ્બુલા અને પલ્લિકેલે સ્થળ બની શકે છે કારણ કે કોલંબોમાં સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં ચોમાસાની ઋતુ જોવા મળે છે.
આ નિર્ણય આગામી વર્લ્ડ કપ પર શું અસર કરે છે તે જોવાનું રહે છે. પાકિસ્તાનમાંથી બહાર આવી રહેલા અહેવાલો દર્શાવે છે કે જો એશિયા કપને દેશમાંથી ખસેડવામાં આવે તો PCB આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. જો એશિયા કપ છોડી દે છે, તો તે વિશ્વ કપમાં પણ તેમની સહભાગિતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકશે, જે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાવાનો છે.
શ્રીલંકા 2022માં યોજાયેલા એશિયા કપના વિજેતા બન્યું હતું. ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ હોવાથી એશિયા કપ T20 ફોર્મેટમાં રમાયો હતો. આ વખતે વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને એશિયા કપ 50 ઓવરના ફોર્મેટમાં રમાશે.એશિયા કપ છેલ્લે 50 ઓવરના ફોર્મેટમાં યોજાયો ત્યારે ભારત દુબઈમાં બાંગ્લાદેશને હરાવીને ચેમ્પિયન બન્યું હતું.
જો પાકિસ્તાન રમવા આવશે તો એશિયા કપ છ ટીમોની ટૂર્નામેન્ટ રમાશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ઉપરાંત નેપાળે ACC પ્રીમિયર કપ જીતીને ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે. આ ટૂર્નામેન્ટ 2 થી 17 સપ્ટેમ્બર વચ્ચે યોજાવાની સંભાવના છે.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો