દક્ષિણ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાએ ઐતિહાસિક જીત નોંધાવી, 276 રનથી મેચ જીતી

આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને 276 રનથી જીત મેળવી. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ અને કેમેરોન ગ્રીને સદી ફટકારી, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ઘણી પાછળ રહી ગઈ.

Written by Rakesh Parmar
August 24, 2025 19:59 IST
દક્ષિણ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાએ ઐતિહાસિક જીત નોંધાવી, 276 રનથી મેચ જીતી
આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને 276 રનથી જીત મેળવી. (તસવીર: X)

Australia vs South Africa: ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની વનડે શ્રેણી રમાઈ હતી. શ્રેણીની છેલ્લી મેચ 24 ઓગસ્ટના રોજ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને 276 રનથી જીત મેળવી. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ અને કેમેરોન ગ્રીને સદી ફટકારી, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ઘણી પાછળ રહી ગઈ. જોકે છેલ્લી મેચ હારવા છતાં દક્ષિણ આફ્રિકાએ શ્રેણી 2-1થી કબજે કરી.

ઓસ્ટ્રેલિયાએ મોટો સ્કોર બનાવ્યો

પહેલા બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયા ટીમે 50 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 431 રન બનાવ્યા. ઓપનર ટ્રેવિસ હેડે 103 બોલમાં 142 રન બનાવ્યા, જ્યારે મિશેલ માર્શે પણ 106 બોલમાં 100 રન બનાવ્યા. તેણે 6 ચોગ્ગા ઉપરાંત 5 છગ્ગા ફટકાર્યા. આ ઉપરાંત કેમેરોન ગ્રીને 55 બોલમાં 118 રનની ઇનિંગ રમી. તેણે ઓસ્ટ્રેલિયા માટે બીજી સૌથી ઝડપી વનડે સદી ફટકારી. એલેક્સ કેરીએ પણ 37 બોલમાં 50 રન બનાવ્યા.

આ પણ વાંચો: પહેલી જ મેચમાં કૂપર કોનોલી બન્યો ઓસ્ટ્રેલિયાનો હીરો, 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

દક્ષિણ આફ્રિકા 155 રનમાં ઓલઆઉટ

432 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દક્ષિણ આફ્રિકા 24.5 ઓવરમાં 155 રનમાં ઓલઆઉટ થઈ ગયું. એડન માર્કરામે 8 બોલમાં 1 રન બનાવ્યો, જ્યારે રાયન રિકેલ્ટને 12 બોલમાં 11 રન બનાવ્યા. ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા ટેમ્બા બાવુમાએ 10 બોલમાં 19 રન બનાવ્યા. ટોની ડી જોર્ઝીએ 30 બોલમાં 33 રન બનાવ્યા. છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા ડેવાલ્ડ બ્રેવિસે 28 બોલમાં સૌથી વધુ 49 રન બનાવ્યા. તેમના સિવાય દક્ષિણ આફ્રિકાનો કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહીં. ઓસ્ટ્રેલિયા માટે 22 વર્ષીય કૂપર કોનોલીએ 6 ઓવરમાં 22 રન આપીને 5 વિકેટ લીધી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ