Axar Patel Married with Meha Patel: કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી પછી ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલના પણ લગ્ન થયા છે. 26 જાન્યુઆરીએ અક્ષર પટેલ પોતાની ગર્લફ્રેન્ડ મેહા પટેલ (Meha Patel)સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. અક્ષર પોતાના લગ્નના કારણે ન્યૂઝીલેન્ડ સામે વન-ડે અને ટી-20 શ્રેણીમાં રમી શક્યો નથી. લગ્નમાં સામેલ થનાર સાથી ક્રિકેટરોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નના ફોટો શેર કર્યા છે.
કોણ છે મેહા પટેલ
મેહા પટેલ વ્યવસાયે ડાઇટીશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ છે. મેહા પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નિયમિત રુપથી ડાઇટ, સુપરફૂડ્સ અને ન્યૂટ્રિશનને લઇને પોસ્ટ કરતી રહી છે. ટી-20 ક્રિકેટમાં ધૂમ મચાવનાર ટીમ ઇન્ડિયાનો સ્ટાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવ તેને ફોલો કરે છે. અક્ષય અને મેઘા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બન્નેએ ગત વર્ષે જાન્યુઆરીનાં સગાઇ કરી હતી.
આ પણ વાંચો – કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીનું રિસેપ્શન ક્યારે થશે? સુનીલ શેટ્ટીએ કર્યો ખુલાસો
ઇશાંત શર્મા અને જયદેવ ઉનડકટ લગ્નમાં થયા સામેલ
અક્ષર પટેલ અને મેહા પટેલના લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારના લોકો સામેલ થયા હતા. જયદેવ ઉનડકટ અને ઇશાંત શર્મા લગ્નમાં સામેલ થયા હતા. જયદેવે ઉનડકટે ઇન્સ્ટાગ્રામ પર કપલ સાથે ફોટો શેર કર્યો છે.
અક્ષર પટેલ ઓસ્ટ્રેલિયા સામે 4 મેચની ટેસ્ટ શ્રેણી રમશે
અક્ષર પટેલ ઓસ્ટ્રેલિયા સામે 4 મેચની ટેસ્ટ શ્રેણીમાં રમતો જોવા મળશે. તેણે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રવિન્દ્ર જાડેજા ઇજામાંથી બહાર આવી ગયો છે અને તે પણ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં પસંદ થયો છે. તેણે રણજીમાં સૌરાષ્ટ્ર તરફથી રમતા શાનદાર પ્રદર્શન કરતા 7 વિકેટ ઝડપી હતી.