/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/T20-world-cup-2026.jpg)
T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકામાં રમાશે (તસવીર: સોશિયલ મીડિયા)
T20 World Cup 2026 : ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાનારા ટી-20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશ તરફથી સ્પષ્ટ કરી દેવાયું છે કે ટીમ ભારતમાં રમશે નહીં. એટલે કે બાંગ્લાદેશ વર્લ્ડ કપ રમવા માટે ભારત આવશે નહીં. જોકે હજુ પણ તેને આશા છે કે આઇસીસી તેનો વિચાર બદલશે અને બાંગ્લાદેશની કાયદેસરની માંગણી સાથે ન્યાય કરશે.
ગુરુવારે ઢાકામાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ, બાંગ્લાદેશના ક્રિકેટરો અને સરકારના સ્પોર્ટસ એડવાઈઝર વચ્ચેની બેઠક બાદ બીસીબીનું આ નિવેદન આવ્યું છે. બુધવારે આઇસીસીએ પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો હતો કે બાંગ્લાદેશે ભારત આવવું પડશે અથવા તો તેને વર્લ્ડ કપમાંથી બહાર થવું પડશે.
ટીમ વર્લ્ડ કપ રમવા માંગે છે પણ ભારતમાં રમશે નહીં - બીસીબી પ્રમુખ
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ અમીનુલ ઈસ્લામ બુલબુલ તરફથી કહેવામાં આવ્યું હતું કે ટીમ વર્લ્ડ કપ રમવા માંગે છે પણ ભારતમાં રમશે નહીં. બોર્ડે કહ્યું છે કે તે તેના સ્ટેન્ડ પર અડગ રહેશે અને આઇસીસી સાથે વાતચીત ચાલું રાખશે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ અમીનુલ ઇસ્લામ બુલબુલે કહ્યું કે અમે આઇસીસી સાથે વાતચીત ચાલુ રાખીશું. અમે વર્લ્ડ કપ રમવા માંગીએ છીએ, પરંતુ અમે ભારતમાં રમીશું નહીં. અમે લડતા રહીશું. આઇસીસીની બોર્ડ મિટિંગમાં કેટલાક ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યા હતા. મુસ્તફિઝુરનો કેસ કોઈ અલગ કેસ નથી. આ મામલે તેઓ (ભારત) એકમાત્ર નિર્ણય લેનાર હતા.
20 કરોડ લોકોથી ક્રિકેટને દૂર કરી દીધું - બીસીબી પ્રમુખ
અમીનુલ ઇસ્લામ બુલબુલે કહ્યું કે આઇસીસીએ ભારતમાંથી અમારી મેચોને બીજી જગ્યાએ શિફ્ટ કરવાની અમારી માંગને ફગાવી દીધી હતી. વિશ્વ ક્રિકેટની સ્થિતિ વિશે અમને ખાતરી નથી. તેની લોકપ્રિયતા ઘટી રહી છે. તેમણે 20 કરોડ લોકોથી ક્રિકેટને દૂર કરી દીધું. ક્રિકેટ ઓલિમ્પિકમાં જઈ રહ્યું છે પણ જો અમારા જેવો દેશ ત્યાં ન જતો હોય તો તે આઇસીસીની નિષ્ફળતા છે.
આ પણ વાંચો - ICC બોર્ડના 14 સભ્ય દેશ બાંગ્લાદેશને બહાર કરવા પર રાજી
ઢાકામાં બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં અમીનુલ ઇસ્લામ બુલબુલે કહ્યું કે અમે શ્રીલંકામાં રમવાની અમારી યોજના સાથે આઇસીસીમાં પાછા જઈશું. તેમણે અમને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ કોઈ પણ વૈશ્વિક સંસ્થા આવું કરી શકતી નથી. આઈસીસી 20 કરોડ લોકોને વર્લ્ડ કપ જોવાથી મિસ કરી દેશે. તે તેમનું નુકસાન હશે. આઇસીસી શ્રીલંકાને સહ-યજમાન ગણાવી રહ્યું છે. તે સહ-આયોજક નથી. આ એક હાઇબ્રિડ મોડેલ છે. આઇસીસીની બોર્ડ મિટિંગમાં મેં કેટલીક બાબતો સાંભળી હતી, જે ચોંકાવનારી હતી.
We will continue to communicate with the ICC. We want to play the World Cup, but we won't play in India. We will keep fighting. There were some shocking calls in the ICC Board Meeting. The Mustafizur issue is not an isolated single issue. They (India) were the sole decision… pic.twitter.com/xYwoFR8kJg
— ANI (@ANI) January 22, 2026
બાંગ્લાદેશના સ્થાને સ્કોટલેન્ડને મળી શકે છે તક
જો બાંગ્લાદેશ નહીં રમવા આવે તો સ્કોટલેન્ડને વર્લ્ડ કપમાં ગ્રુપ-સી માં બાંગ્લાદેશનું સ્થાન મળી શકે છે. સ્કોટલેન્ડ 2026 ટી 20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ ગયું હતું. કારણ કે તેઓ યુરોપિયન ક્વોલિફાયરમાં નેધરલેન્ડ્સ, ઇટાલીથી પાછળ રહ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us