ટી 20 વર્લ્ડ કપ 2026 : બાંગ્લાદેશ ફસાયું, ICC બોર્ડના 14 સભ્ય દેશ બાંગ્લાદેશને બહાર કરવા પર રાજી, BCB ને આખરી તક

T20 World Cup 2026 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) બોર્ડે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની તેની મેચો ભારતની બહાર કરવાની માંગને ફગાવી દીધી છે. જો બાંગ્લાદેશ નહીં આવે તો તેના સ્થાને બીજી ટીમનો સમાવેશ કરાશે

T20 World Cup 2026 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) બોર્ડે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની તેની મેચો ભારતની બહાર કરવાની માંગને ફગાવી દીધી છે. જો બાંગ્લાદેશ નહીં આવે તો તેના સ્થાને બીજી ટીમનો સમાવેશ કરાશે

author-image
Ashish Goyal
New Update
T20 World Cup 2026

T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકામાં રમાશે Photograph: (@JayShah)

T20 World Cup 2026 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) બોર્ડે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની તેની મેચો ભારતની બહાર કરવાની માંગને ફગાવી દીધી છે. તમામ સભ્યોની હાજરીમાં યોજાયેલી બોર્ડની ઈમરજન્સી મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે બાંગ્લાદેશની માગણી સ્વીકારી શકાય તેમ નથી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે 24 કલાકની અંદર એ જણાવવું પડશે કે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે કે નહીં.

Advertisment

જો બાંગ્લાદેશ નહીં આવે તો  તેના સ્થાને બીજી ટીમનો સમાવેશ કરાશે

આઇસીસીએ બીસીબીને બાંગ્લાદેશ સરકારને એ કહેવા કહ્યું છે કે જો તે 2026 ટી 20 વર્લ્ડ કપમાં તેની મેચો રમવા માટે ભારત જવાનો ઇન્કાર કરશે તો ટૂર્નામેન્ટમાં તેના સ્થાને બીજી ટીમનો સમાવેશ કરવામાં આવશે. આ માહિતી ક્રિકબઝ અને ઇએસપીએનક્રિકઇન્ફોના રિપોર્ટમાં આપવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર આ નિર્ણય આઇસીસીના સભ્યોના મતદાન બાદ લેવામાં આવ્યો હતો. 16 સભ્યોના બોર્ડમાંથી બે સિવાય બાકીના બધાએ ટી-20 વર્લ્ડ કપના કાર્યક્રમમાં કોઈપણ ફેરફારની વિરુદ્ધ મત આપ્યો હતો.

આઇસીસી બોર્ડના 14 સભ્ય દેશો રિપ્લેસમેન્ટ (બાંગ્લાદેશને બદલે બીજી ટીમને રમવાની મંજૂરી આપવી) ની તરફેણમાં હતા. બોર્ડના આ અંતિમ નિર્ણય સાથે 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી યોજાનાર વર્લ્ડ કપ કોઈ ફેરફાર વિના રમાશે.

Advertisment

આ પણ વાંચો - BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ : રોહિત-વિરાટનું ડિમોશન નક્કી, શુભમન ગિલનું નહીં થાય પ્રમોશન

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને 24 કલાકનો સમય આપ્યો

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)ને ભારતમાં રમવાના તેના સ્ટેન્ડ અંગે આઇસીસીને જવાબ આપવા માટે વધુ એક દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો બાંગ્લાદેશ નહીં રમવા આવે તો સ્કોટલેન્ડને વર્લ્ડ કપમાં ગ્રુપ-સી માં બાંગ્લાદેશનું સ્થાન મળી શકે છે.

આ પણ વાંચો | Bangladesh News: ભારત બાંગ્લાદેશ તણાવ વચ્ચે સરકારનો મોટો નિર્ણય

 સ્કોટલેન્ડ 2026 ટી 20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ ગયું હતું. કારણ કે તેઓ યુરોપિયન ક્વોલિફાયરમાં નેધરલેન્ડ્સ, ઇટાલીથી પાછળ રહ્યું હતું.

T20 વર્લ્ડ કપ આઇસીસી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ