BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ : રોહિત-વિરાટનું ડિમોશન નક્કી, શુભમન ગિલનું નહીં થાય પ્રમોશન

BCCI Central Contract 2025-26 : ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) ખેલાડીઓને નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કરતી વખતે ગ્રેડ એ+ કેટેગરીને દૂર કરી શકે છે. જો આ કેટેગરી ખતમ થઈ જશે તો ભારતના ટેસ્ટ અને વન ડે ના કેપ્ટન શુભમન ગિલને પ્રમોટ કરવામાં નહીં આવે

BCCI Central Contract 2025-26 : ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) ખેલાડીઓને નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કરતી વખતે ગ્રેડ એ+ કેટેગરીને દૂર કરી શકે છે. જો આ કેટેગરી ખતમ થઈ જશે તો ભારતના ટેસ્ટ અને વન ડે ના કેપ્ટન શુભમન ગિલને પ્રમોટ કરવામાં નહીં આવે

author-image
Ashish Goyal
New Update
rohit sharma virat kohli shubman gill

રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી Photograph: (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

BCCI Central Contract 2025-26 : ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) ખેલાડીઓને નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કરતી વખતે ગ્રેડ એ+ કેટેગરીને દૂર કરી શકે છે. બીસીસીઆઇના સૂત્રોના જણાવ્યા અનુસાર જો બોર્ડ આ નવા મોડલને મંજૂરી આપે તો ટીમ ઈન્ડિયાના સિનીયર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માને ગ્રેડ બી માં રાખી શકાય છે.

Advertisment

ટી-20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા બાદ બંનેનું ડિમોશન નક્કી મનાય છે. જો આ કેટેગરી ખતમ થઈ જશે તો ભારતના ટેસ્ટ અને વન ડે ના કેપ્ટન શુભમન ગિલને પ્રમોટ કરવામાં નહીં આવે. જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને નુકસાન થશે.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સ્ટ્રક્ચરમાં ફેરફારની દરખાસ્ત કરી છે. સમિતિએ એ+ કેટેગરી (7 કરોડ રૂપિયા)ને નાબૂદ કરવાની ભલામણ કરી છે અને માત્ર ત્રણ કેટેગરી એ, બી અને સી ને ચાલુ રાખવાની ભલામણ કરી છે. બીસીસીઆઇ આ નવા મોડલને મંજૂરી આપશે અને પૈસામાં ફેરફાર કરશે કે નહીં તે આગામી એપેક્સ કાઉન્સિલની મિટિંગમાં વધુ સ્પષ્ટ થશે તેમ મનાય છે.

બીસીસીઆઈનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ

બીસીસીઆઇના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અંતર્ગત બોર્ડ ખેલાડીઓને એ+, એ, બી અને સી ગ્રેડના ખેલાડીઓને પગાર આપે છે. એ+ ને 7 કરોડ, એ કેટેગરીને 5 કરોડ, બી કેટેગરીને 3 કરોડ અને સી કેટેગરીના ખેલાડીઓને 1 કરોડ રૂપિયા મળે છે. આમાં મેચ ફી નો સમાવેશ થતો નથી.

Advertisment

કયા ખેલાડી કયા ગ્રેડમાં છે?

એપ્રિલ 2025માં જાહેર થયેલા 2024-25 સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને A+ માં રાખવામાં આવ્યા હતા. મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, વન ડે અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ, હાર્દિક પંડયા, મોહમ્મદ શમી અને ઋષભ પંતને ગ્રેડ એ માં રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - વિજય હઝરે ટ્રોફી 2025-26 : સૌરાષ્ટ્રના આ 6 પ્લેયર છવાયા, ટીમને બનાવી રનર્સ અપ

ગ્રેડ બી અને ગ્રેડ સી

ભારતના ટી-20ના કેપ્ટન સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ ઐયર ગ્રેડ બી માં છે. ગ્રેડ સી માં રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશ દીપ, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાનો સમાવેશ થાય છે.

shubman gill Virat Kohli રોહિત શર્મા ક્રિકેટ સ્પોર્ટ્સ