/indian-express-gujarati/media/media_files/2026/01/21/t20-world-cup-2026-2026-01-21-18-59-16.jpg)
T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકામાં રમાશે Photograph: (@JayShah)
T20 World Cup 2026 : બાંગ્લાદેશની ક્રિકેટ ટીમને સત્તાવાર રીતે ટી 20 વર્લ્ડ કપ 2026માંથી બહાર કરી દેવામાં આવી છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશની ટીમ 7 ફેબ્રુઆરીથી ભારતમાં શરુ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ 2026માં રમશે નહીં અને તેના બદલે સ્કોટલેન્ડની ટીમ રમતી જોવા મળશે. આઇસીસીએ બાંગ્લાદેશને વિચારવા માટે ઘણો સમય આપ્યો હતો અને આખરે 24 જાન્યુઆરીને શનિવારે કડક કાર્યવાહી કરી હતી.
બાંગ્લાદેશ ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર
આઈસીસીએ આ નિર્ણય શનિવારે કર્યો છે જ્યારે સીઈઓ સંજોગ ગુપ્તાએ આઇસીસી બોર્ડને ઔપચારિક પત્ર લખ્યો કે બાંગ્લાદેશની માગણીઓ આઇસીસીની નીતિ અનુસાર નથી. માનવામાં આવે છે કે, બોર્ડના તમામ સભ્યોને લખેલા પત્રમાં સંજોગ ગુપ્તાએ કહ્યું છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) આઇસીસી બોર્ડના નિર્ણયનું પાલન કરી રહ્યું નથી અને આ મોટી ઈવેન્ટમાં બાંગ્લાદેશને બદલે બીજા દેશ એટલે કે સ્કોટલેન્ડને આમંત્રણ આપવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ પત્રની નકલ આઇસીસી બોર્ડના સભ્ય એવા બીસીબીના પ્રમુખ અમીનુલ ઈસ્લામને પણ મોકલવામાં આવી છે.
ક્રિકબઝે ક્રિકેટ સ્કોટલેન્ડના સીઈઓ લિન્ડબ્લેડનો સંપર્ક કર્યો હતો અને આ રિપોર્ટ લખાયો ત્યાં સુધી તેમને તાત્કાલિક પ્રતિભાવ મળ્યો નથી. જોકે જાણ થઇ છે કે દુબઈ અને એડિનબર્ગ વચ્ચે સંપર્ક સ્થાપિત થયો છે.
આ પણ વાંચો - અભિષેક શર્મા ગોલ્ડન ડક પર આઉટ, ગિલ, ધવન સહિત આ ઓપનર્સની બરોબરી કરી
આ ફેરફારનો અર્થ એ થયો કે સ્કોટલેન્ડ હવે ટૂર્નામેન્ટના પ્રારંભિક તબક્કામાં ગ્રુપ સી માં રહેશે અને તે કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ (7 ફેબ્રુઆરી), ઈટાલી (9 ફેબ્રુઆરી) અને ઈંગ્લેન્ડ (14 ફેબ્રુઆરી) સામે રમશે. આ મેચો બાદ ટીમ 17 ફેબ્રુઆરીએ મુંબઈમાં નેપાળ સામે મેચ રમશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us