India vs Pakistan: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન બાસિત અલીએ (Basit Ali) ખઉલાસો કર્યો છે કે તેના સીનિયર ખેલાડીઓ સચિન તેંડુલકર(Sachin Tendulkar), અજય જાડેજા અને નવજાત સિંહ સિદ્ધુ સહિત ભારતીય ક્રિકેટર્સને સ્લેજ કરવાનો આદેશ કરતા હતા. જોકે ટીમના વરિષ્ઠ ખેલાડીઓ મોહમ્મદ અઝહરુદ્દીનની સ્લેજિંગ નહીં કરવાની સલાહ આપતા હતા.
બાસિત અલીએ પોતાની યુટ્યૂબ ચેનલ પર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે વાતચીત દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમના રહસ્યો ખોલ્યા હતા. બાસિત અલીએ કહ્યું કે ભારત સામે દરેક મેચ પહેલા મને ભારતીય ખેલાડીઓને સ્લેજ કરવાની જવાબદારી આપવામાં આવી હતી. મને સચિન તેંડુલકર, અજય જાડેજા, વિનોદ કાંબલી અને નવજોત સિંહ સિદ્ધુને પરેશાન કરવા માટે કહ્યું હતું.
અઝહર ભાઇને સ્લેજ નહીં કરવાની સખત સલાહ હતી – બાસિત અલી
બાસિત અલીએ કહ્યું કે જે ક્ષણે અઝહર ભાઇનું નામ આવતું હતું ત્યારે પુરી ટીમે એકમત થઇને કહ્યું હતું કે અઝહર ભાઇને પરેશાન કરવામાં આવશે નહીં. અમારા ડ્રેસિંગ રૂમમાં અમારા મનમાં અઝહર ભાઇ માટે જે સન્માન હતું તેને જાહેર કરવા માટે મારી પાસે શબ્દો નથી.
આ પણ વાંચો – ધોનીની ધીમી બેટિંગ પર ગુસ્સે થયા હતા રવિ શાસ્ત્રી, ઇંગ્લેન્ડ સામે 86 રને થયો હતો પરાજય, પુસ્તકમાં ખુલાસો
19 ટેસ્ટ અને 50 વન-ડે મેચનો અનુભવ ધરાવનાર બાસિત અલીએ કહ્યું કે વસીમ અકરમ ભાઇ, સલીમ મલિક, રાશિદ લતીફ, ઇન્ઝમામ ઉલ હક અને વકાસ યુનૂસ હોય તેમણે અઝહર ભાઇને સ્લેજ કરવાની હિંમત કરી ન હતી. મને નથી લાગતું કે પાકિસ્તાનના કોઇપણ ખેલાડીએ ક્યારેય અઝહર ભાઇનું અપમાન કર્યું છે.
સૌરવ ગાંગુલી અને દ્રવિડ માટે અઝહરે કુર્બાની આપી – બાસિત અલી
બાસિત અલીએ કહ્યું કે અઝહરે ખેલાડીઓને બનાવ્યા અને સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડની પસંદ માટે પોતાના સ્થાનની કુર્બાની આપી હતી. અઝહર ભાઇ નંબર 3 પર બેટિંગ કરતા હતા અને જ્યારે રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી જેવા ખેલાડી સામે આવ્યા તો તેમણે નીચેના ક્રમે બેટિંગ શરુ કરી અને યુવાઓને પોતાનું સ્થાન આપ્યું હતું.
સચિને ઓપનિંગ મોકલવાની વિનંતી કરી હતી
વાતચીત દરમિયાન અઝહરે એ ઘટનાને યાદ કરી જેમાં સચિન તેંડુલકર તેની પાસે આવ્યો અને તેને વિનંતી કરી કે તે વન-ડેમાં ઓપનિંગ કરવા માંગે છે. અઝહરે કહ્યું કે પોતાની પ્રથમ 69 વન-ડે મેચમાં સચિને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી હતી. ત્યારે તેને ક્યારેય વધારે તક મળી ન હતી. તેણે મને ઓપનિંગને લઇને પૂછ્યું અને હું આવા પ્રતિભાશાળી ખેલાડીને ના કહી શકતો ન હતો.