BCCI players contract : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રવિવારે 2022-23 સીઝન માટે ટીમ ઈન્ડિયાના વાર્ષિક કરારની જાહેરાત કરી. કેએલ રાહુલને બી ગ્રેડમાં ડિમોટ કરવામાં આવ્યો હતો જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને A+ ગ્રેડમાં બઢતી આપવામાં આવી હતી. હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે. આ સિવાય ઘણા ખેલાડીઓના નામ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં નથી. જેમાં ભુવનેશ્વર કુમાર, હનુમા વિહારી અને રિદ્ધિમાન સાહાનો સમાવેશ થાય છે. કુલદીપ યાદવ સહિત કેટલાક ખેલાડીઓએ પણ પ્રવેશ મેળવ્યો છે.
BCCIની 2022-23ની કોન્ટ્રાક્ટ યાદીમાં ગુજરાતના સૌથી વધુ 5 ખેલાડીઓ છે. જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને ચેતેશ્વર પૂજારા. આ ઉપરાંત મહારાષ્ટ્રના પણ 5 ખેલાડીઓ છે. આ ખેલાડીઓ છે રોહિત શર્મા, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઉમેશ યાદવ અને શાર્દુલ ઠાકુર. કુલદીપ યાદવ ઉત્તર પ્રદેશનો છે. મોહમ્મદ શમીનો જન્મ યુપીમાં થયો છે, પરંતુ તે બંગાળ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. વિરાટ કોહલી અને શિખર ધવન દિલ્હીના છે. ઋષભ પંત ઉત્તરાખંડનો છે, પરંતુ તે દિલ્હીથી સ્થાનિક ક્રિકેટ રમે છે.
બિહારનો એક ખેલાડી
રવિચંદ્રન અશ્વિન અને વોશિંગ્ટન સુંદર તામિલનાડુના છે. કેએલ રાહુલ કર્ણાટકનો છે. સંજુ સેમસન કેરળનો છે. યુઝવેન્દ્ર ચહલ હરિયાણાનો છે. દીપક હુડ્ડા પણ હરિયાણાના છે, પરંતુ તે રાજસ્થાનમાંથી સ્થાનિક ક્રિકેટ રમે છે. ઈશાન કિશન બિહારનો છે અને ઝારખંડથી રમે છે. મોહમ્મદ સિરાજ અને કેએસ ભરત આંધ્રપ્રદેશના છે. શુભમન ગિલ અને અર્શદીપ સિંહ પંજાબના છે.
કોને બઢતી મળી?
રવિન્દ્ર જાડેજા A થી A+ માં, અક્ષર પટેલ B થી A માં, શુભમન ગિલ C થી B માં, સૂર્યકુમાર યાદવ B થી C ગ્રેડમાં ખસેડવામાં આવ્યા છે.
કોણ ડિમોટ થયા?
શાર્દુલ ઠાકુર B ગ્રેડમાંથી C ગ્રેડમાં, કેએલ રાહુલ A માંથી B ગ્રેડમાં.
કોણ થયા બહાર?
ભુવનેશ્વર કુમાર, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, મયંક અગ્રવાલ અને દીપક ચાહર બહાર.
નવી એન્ટ્રી
સંજુ સેમસન, કુલદીપ યાદવ અને ઈશાન કિશન.