બિગ બેશ લીગ : સિડની થંડર 15 રનમાં ઓલઆઉટ, ટી-20 ક્રિકેટમાં સૌથી લોએસ્ટ સ્કોરનો શરમજનક રેકોર્ડ બનાવ્યો

Big Bash League 2022-23 : સિડની થંડર ટીમનો કોઇપણ બેટ્સમેન ડબલ ફિગરના આંકને વટાવી શક્યો ન હતો, પાંચ બેટ્સમેન ખાતું પણ ખોવાલી શક્યા ન હતા

Written by Ashish Goyal
Updated : December 16, 2022 22:08 IST
બિગ બેશ લીગ : સિડની થંડર 15 રનમાં ઓલઆઉટ, ટી-20 ક્રિકેટમાં સૌથી લોએસ્ટ સ્કોરનો શરમજનક રેકોર્ડ બનાવ્યો
સિડની થંડરની ટીમ 5.5 ઓવરમાં ફક્ત 15 રનમાં ઓલઆઉટ થઇ ગઇ (તસવીર - ટ્વિટર)

Big Bash League 2022-23, Sydney Thunder vs Adelaide Strikers: બિગ બેશ લીગ 2022-23માં સિડની થંડરે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સિડની થંડરની ટીમ 5.5 ઓવરમાં ફક્ત 15 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. સીનિયર ટી-20 ક્રિકેટમાં આ કોઇપણ ટીમનો સૌથી લોએસ્ટ સ્કોર છે. આ પહેલા શરમજનક રેકોર્ડ તુર્કીના નામે હતો. તુર્કીની ટીમ 30 ઓગસ્ટ 2019ના રોજ 8.3 ઓવરમાં 21 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

બિગ બેશ લીગનો આ મુકાબલો સિડનીમાં સિડની શોગ્રાઉન્ડ સ્ટેડિયમમાં રમાયો હતો. મેચમાં એડિલેડ સ્ટાઇકર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. એડિલેડે 20 ઓવરમાં 9 વિકેટે 139 રન બનાવ્યા હતા.

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સિડની થંડર 5.5 ઓવરમાં 15 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. એડિલેડના હેનરી થોર્નટને 2.5 ઓવરમાં 5 રન આપી 5 વિકેટ ઝડપી હતી. વેસ અગરે 2 ઓવરમાં 6 રન આપી 4 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો – અર્જૂન તેંડુલકરની સદી પછી સારા તેંડુલકરે ભાઇ માટે કહી દિલની વાત, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ઇમોશનલ સ્ટોરી

સિડની ટીમનો કોઇપણ બેટ્સમેન ડબલ ફિગરના આંકને વટાવી શક્યો ન હતો. સૌથી વધારે સ્કોર 4 રન હતો. સિડનીના પાંચ બેટ્સમેન ખાતું પણ ખોવાલી શક્યા ન હતા.

ઘરેલું ટી 20ની વાત કરવામાં આવે તો લોએસ્ટ સ્કોરનો રેકોર્ડ ત્રિપુરાના નામે છે. 2009માં ત્રિપુરાની ટીમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઝારખંડ સામે 11.1 ઓવરમાં 30 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ