Big Bash League 2022-23, Sydney Thunder vs Adelaide Strikers: બિગ બેશ લીગ 2022-23માં સિડની થંડરે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સિડની થંડરની ટીમ 5.5 ઓવરમાં ફક્ત 15 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. સીનિયર ટી-20 ક્રિકેટમાં આ કોઇપણ ટીમનો સૌથી લોએસ્ટ સ્કોર છે. આ પહેલા શરમજનક રેકોર્ડ તુર્કીના નામે હતો. તુર્કીની ટીમ 30 ઓગસ્ટ 2019ના રોજ 8.3 ઓવરમાં 21 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
બિગ બેશ લીગનો આ મુકાબલો સિડનીમાં સિડની શોગ્રાઉન્ડ સ્ટેડિયમમાં રમાયો હતો. મેચમાં એડિલેડ સ્ટાઇકર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. એડિલેડે 20 ઓવરમાં 9 વિકેટે 139 રન બનાવ્યા હતા.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સિડની થંડર 5.5 ઓવરમાં 15 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. એડિલેડના હેનરી થોર્નટને 2.5 ઓવરમાં 5 રન આપી 5 વિકેટ ઝડપી હતી. વેસ અગરે 2 ઓવરમાં 6 રન આપી 4 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો – અર્જૂન તેંડુલકરની સદી પછી સારા તેંડુલકરે ભાઇ માટે કહી દિલની વાત, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ઇમોશનલ સ્ટોરી
સિડની ટીમનો કોઇપણ બેટ્સમેન ડબલ ફિગરના આંકને વટાવી શક્યો ન હતો. સૌથી વધારે સ્કોર 4 રન હતો. સિડનીના પાંચ બેટ્સમેન ખાતું પણ ખોવાલી શક્યા ન હતા.
ઘરેલું ટી 20ની વાત કરવામાં આવે તો લોએસ્ટ સ્કોરનો રેકોર્ડ ત્રિપુરાના નામે છે. 2009માં ત્રિપુરાની ટીમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઝારખંડ સામે 11.1 ઓવરમાં 30 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.