IND vs AUS 1st Test : ભારત વિ. ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ, રવિન્દ્ર જાડેજા અને રોહિત શર્મા ઝળક્યા, પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયાએ પકડ મજબૂત બનાવી

India vs Australia 1st Test Score Updates: ઓસ્ટ્રેલિયા 177 રનમાં ઓલઆઉટ, રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપી, રોહિત શર્માની અણનમ અડધી સદી

Written by Ashish Goyal
Updated : February 09, 2023 17:12 IST
IND vs AUS 1st Test : ભારત વિ. ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ, રવિન્દ્ર જાડેજા અને રોહિત શર્મા ઝળક્યા, પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયાએ પકડ મજબૂત બનાવી
ભારત વિ. ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ

India vs Australia 1st Test Day 1 Score Updates: રવિન્દ્ર જાડેજા (5 વિકેટ)અને અશ્વિનના (3 વિકેટ)તરખાટ બાદ રોહિત શર્માની અણનમ અડધી સદીની (56)મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. ભારતે પ્રથમ દિવસના અંતે 1 વિકેટ ગુમાવી 77 રન બનાવી લીધા છે. ભારત હજુ 100 રન પાછળ છે અને તેની 9 વિકેટો બાકી છે. દિવસના અંતે રોહિત શર્મા 56 અને અશ્વિન 00 રને રમતમાં છે. કેએલ રાહુલ 20 રને આઉટ થયો હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ્સમાં 177 રનમાં ઓલઆઉટ થયું હતું.

અશ્વિને ટેસ્ટમાં 450 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી

ઓસ્ટ્રેલિયા સામે સ્પિનર આર અશ્વિને અલેક્સ કેરીની વિકેટ ઝડપી ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ અશ્વિને ટેસ્ટમાં 450 વિકેટ પુરી કરી છે. અશ્વિને ગ્લેન મેકગ્રા, શેન વોર્ન અને નાથન લિયોનને સૌથી ઝડપી 450 ટેસ્ટ વિકેટ ઝડપવાના મામલે પાછળ રાખી દીધા છે. 167મી ઇનિંગ્સમાં 450 વિકેટ પુરી કરી છે. 132 ઇનિંગ્સમાં 450 વિકેટ ઝડપી શ્રીલંકાનો મુથૈયા મુરલીધરન પ્રથમ ક્રમાંકે છે.

ઓસ્ટ્રેલિયાના બન્ને ઓપનર્સ સસ્તામાં આઉટ

મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીની જોડીએ 3 ઓવરની અંદર ઉસ્માન ખ્વાજા (1)અને ડેવિડ વોર્નરને (1)પેવેલિયન ભેગા કરી દીધા હતા. આ પછી માર્નસ લાબુશેન (49) અને સ્ટિવન સ્મિથે (37) બાજી સંભાળી હતી. બન્ને વચ્ચે 82 રનની ભાગીદારી નોંધાઇ હતી. બન્નેને જાડેજાએ આઉટ કરીને ભારતની વાપસી કરાવી હતી. મેટ રેનશો (00), એલેક્સ કેરી (36) અને પેટ કમિન્સ (6) જલ્દી આઉટ થયા હતા. આ પછી ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. રવિન્દ્ર જાડેજાએ 5 અને અશ્વિને 3 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો – ટીમ ઇન્ડિયા આગળ ફેઇલ રહ્યા છે સ્ટિવ વો અને રિકી પોન્ટિંગ જેવા કેપ્ટન

સૂર્યકુમાર યાદવ અને કેએસ ભરતનું ડેબ્યૂ

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમમાં સૂર્યકુમાર યાદવ અને વિકેટકીપર કેએસ ભરતે ડેબ્યૂ કર્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી ટોડ મર્ફીએ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારતીય ટીમ – રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત, આર અશ્વિન, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયાની ટીમ – ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટિવ સ્મિથ, મેટ રેનશો, પીટર હેડ્સકોમ્બ, એલેક્સ કેરી (વિકેટકિપર), પેટ કમિન્સ (કેપ્ટન), ટોડ મર્ફી, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ