સ્પોર્ટ્સ બજેટ 2026 : કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારી! ખેલો ઈન્ડિયા મિશન રમતગમતને નવી ગતિ આપશે

Budget 2026 : બજેટમાં સરકારે રમતગમત માટે મોટી જાહેરાતો કરી હતી. ખેલો ઈન્ડિયાને હવે મિશન મોડમાં વિસ્તૃત કરવામાં આવશે. આગામી દાયકામાં ભારતના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને, ખેલાડીઓના વિકાસને નવી ગતિ આપવાનું લક્ષ્ય છે

Budget 2026 : બજેટમાં સરકારે રમતગમત માટે મોટી જાહેરાતો કરી હતી. ખેલો ઈન્ડિયાને હવે મિશન મોડમાં વિસ્તૃત કરવામાં આવશે. આગામી દાયકામાં ભારતના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને, ખેલાડીઓના વિકાસને નવી ગતિ આપવાનું લક્ષ્ય છે

author-image
Ashish Goyal
New Update
Nirmala Sitharaman

Budget 2026 : રવિવારે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2026-27 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું Photograph: (સોશિયલ મીડિયા)

Budget 2026 : રવિવારે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2026-27 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં સરકારે રમતગમત માટે મોટી જાહેરાતો કરી હતી. ખેલો ઈન્ડિયાને હવે મિશન મોડમાં વિસ્તૃત કરવામાં આવશે. આગામી દાયકામાં ભારતના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને, ખેલાડીઓના વિકાસને નવી ગતિ આપવાનું લક્ષ્ય છે.

Advertisment

આ પહેલ હેઠળ સ્ટેડિયમ અને ટ્રેનિંગ સેન્ટરથી લઈને સ્પોર્ટ્સ સાયન્સ અને ટેક્નોલોજી સુધી દરેક સ્તરે સુધારો કરવામાં આવશે, જેથી પાયાના સ્તરેથી જ ટેલેન્ટને પોષી શકાય. 2030ના કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતની તૈયારીને ધ્યાનમાં રાખીને આ મિશન ગ્રાસરુટથી એલિટ લેવલ સુધી ખેલાડીઓ અને કોચિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા કેન્દ્રિત રહેશે.

બજેટમાં આ રણનીતિથી રમતગમતમાં પ્રદર્શન સુધારવાની દિશામાં પગલાં ભર્યા છે. આ સિવાય રમતગમત ક્ષેત્રમાં રોજગાર અને નવીનતાની તકો પણ વધશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આગામી દાયકામાં તાલીમ કેન્દ્રો અને કોચના વ્યવસ્થિત અને ક્રમબદ્ધ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ખેલો ઈન્ડિયા મિશન શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.

કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે નાણાં મંત્રીએ કહ્યું કે મિશન ઇન્ટર લિંકિંગ રીતથી એક ઇંટીગ્રેટેડ ટેલેન્ટ ડેવલોપમેન્ટ પ્રોગ્રામને આસાન બનાવવામાં આવશે. ખેલો ઈન્ડિયા પ્રોગ્રામ 2017 માં શરૂ કરવામાં આવ્યો હતો અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય ટેલેન્ટને ઓળખવા માટે વિવિધ વય જૂથોમાં રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ કરવાનો હતો.

Advertisment

લોકસભામાં પોતાના બજેટ ભાષણ દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યું કે સ્પોર્ટ્સ સેક્ટર રોજગાર, કૌશલ્ય અને રોજગાર માટે ઘણી તકો પ્રદાન કરે છે. ખેલો ઇન્ડિયા કાર્યક્રમ મારફતે પદ્ધતિસર અને વ્યવસ્થિત રીતે રમતગમતની પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાની શરૂઆતને આગળ વધારતાં હું આગામી દાયકામાં રમતગમતનાં ક્ષેત્રમાં કાયાપલટ કરવા ખેલો ઇન્ડિયા અભિયાન શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકું છું. 

નિર્માણ સીતારમણે કહ્યું- આ સુવિધાઓ મળશે

  • ટ્રેનિંગ સેન્ટર દ્વારા સમર્થિત ઇંટરમીડિએટ, એલિટ સ્તર વાળા ઇંટીગ્રેટેડ ટેલેન્ટ ડેવલોપમેન્ટ પાથવે.
  • આયોજિત અને વ્યવસ્થિત રીતે કોચ અને સહાયક સ્ટાફનો વિકાસ.
  • સ્પોર્ટ્સ સાયન્સ અને ટેકનોલોજીનું સંકલન.
  • સ્પોર્ટ્સ કલ્ચરને પ્રોત્સાહન આપવા અને પ્લેટફોર્મ આપવા માટે સ્પર્ધાઓ અને લીગ.
  • ટ્રેનિંગ અને સ્પર્ધાઓ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલોપમેન્ટ 

નાણાં મંત્રીએ એમ પણ કહ્યું કે ભારતમાં ઉચ્ચ સ્તરીય અને સસ્તા સ્પોકર્ટ્સ સામાન માટે વૈશ્વિક હબ બનવાની ક્ષમતા છે. તેમણે કહ્યું કે મેં રમતગમતના સામાન માટે એક વિશેષ પહેલ પ્રસ્તાવિત કરી છે જે ડિવાઇસ ડિઝાઇનની સાથે-સાથે મેટેરિયલ સાયન્સમાં મેન્યુફેક્ચરિંગ, રિસર્ચ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપશે.

આ પણ વાંચો - પીએમ મોદીએ કહ્યું - આ બજેટ વિકસિત ભારત 2047ની ઉંચી ઉડાનનો મજબૂત આધાર છે

રાષ્ટ્રીય કોચ પુલેલા ગોપીચંદની આગેવાનીમાં રમત મંત્રાલય દ્વારા નિમાયેલી ટાસ્ક ફોર્સે તાજેતરમાં ઉચ્ચ ગુણવત્તાવાળા કોચનો પૂલ બનાવવા પર વધુ ભાર મૂકવાની હિમાયત કરી હતી. ટાસ્ક ફોર્સે કોચ માટે ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમનો પ્રસ્તાવ મૂક્યો છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તેમને તેવી જ નાણાકીય સહાય મળે જેવી કે એલિટ એથ્લેટ્સને  મળી રહી છે. જેથી ભવિષ્યમાં ભારતની મેડલ જીતવાની તકો વધવા વધારી શકાય. ભારત 2030ના કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે અને 2036માં ઓલિમ્પિકની યજમાની માટે પણ બોલી લગાવી રહ્યું છે.

કોમનવેલ્થ ગેમ્સ બજેટ નિર્મલા સીતારમણ સ્પોર્ટ્સ