/indian-express-gujarati/media/media_files/2026/02/13/canada-vs-united-arab-emirates-live-score-2026-02-13-14-11-54.jpg)
Canada vs United Arab Emirates T20 Live Cricket Score in gujarati : ટી 20 વર્લ્ડ કપ 2026, કેનેડા વિ યુએઈ મેચ અપડેટ્સ Photograph: (@ICC)
T20 World Cup 2026, Canada vs United Arab Emirates LIVE Cricket Score Updates : જુનૈદ સિદ્દીકીની 5 વિકેટ બાદ આર્યનશ શર્માના અણનમ 74 અને સોહેબ ખાનના 51 રનની મદદથી યુએઈએ ટી 20 વર્લ્ડ કપ 2026માં કેનેડા સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. કેનડાએ 20 ઓવરમાં 7 વિકેટે 150 રન બનાવ્યા હતા. જવાબમાં યુએઈએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
યુએઈ ઇનિંગ્સ
-આર્યનશ શર્માના 53 બોલમાં 6 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 74 રન.
-સોહેબ ખાન 29 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે 51 રને કેચ આઉટ થયો.
-યુએઈએ 16.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-આર્યનશ શર્માએ 41 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-મયંક કુમાર 4 રને અને હર્ષિત કૌશિક 5 રને સાદ ઝફરનો શિકાર બન્યા
-આલીશાન શરાફુ 13 બોલમાં 5 રને સાદ ઝફરની ઓવરમાં કેચ આઉટ થયો.
-મોહમ્મદ વસીમ 8 બોલમાં 4 રન બનાવી કલીમ સનાનો શિકાર બન્યો.
કેનેડા ઇનિંગ્સ
-યુએઈ તરફથી જુનૈદ સિદ્દીકીએ 35 રનમાં 5 વિકેટ ઝડપી.
-શ્રેયસ મોવાના 21 બોલમાં 2 ફોર સાથે 21 રન.
-હર્ષ ઠાકરના 41 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે 50 રન.
-કેનેડાએ 14 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-નવનીત ધાલીવાલ 28 બોલમાં 4 ફોર સાથે 34 રને રન આઉટ થયો.
-નિકોલસ કિર્ટન 6 બોલમાં 4 રને જવાદુલ્લાહનો શિકાર બન્યો.
-યુવરાજ સમરા 5 બોલમાં 5 રન બનાવી આઉટ.
-દિલપ્રીત બાજવા 11 બોલમાં 2 ફોર સાથે 11 રને જુનૈદ સિદ્દીકીની ઓવરમાં કેચ આઉટ થયો.
-કેનેડાના કેપ્ટન દિલપ્રીત બાજવાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો - ઉસ્માન તારીકની બોલિંગ પર ઉઠી રહ્યા છે સવાલો, અટકી-અટકીને બોલિંગ, સ્ટેચ્યુ જેવી મુદ્રા અને ચકિંગના આરોપ
બન્ને ટીમો આ પ્રમાણે છે
કેનેડા : દિલપ્રીત બાજવા (કેપ્ટન), યુવરાજ સમરા, નવનીત ધાલીવાલ, નિકોલસ કિર્ટન, શ્રેયસ મોવા, હર્ષ ઠાકર, સાદ બિન ઝફર, જસકરણ સિંહ, દિલોન હેલીગર, કલીમ સના, અંશ પટેલ.
યૂએઇ : આર્યનશ શર્મા, મોહમ્મદ વસીમ (કેપ્ટન), આલીશાન શરાફુ, મયંક કુમાર, સોહેબ ખાન, હર્ષિત કૌશિક, મોહમ્મદ અરફાન, મોહમ્મદ ફારુક, હૈદર અલી, જુનેદ સિદ્દીક, મોહમ્મદ જવાદુલ્લાહ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us