ઉસ્માન તારીકની બોલિંગ પર ઉઠી રહ્યા છે સવાલો, અટકી-અટકીને બોલિંગ, સ્ટેચ્યુ જેવી મુદ્રા અને ચકિંગના આરોપ

Usman Tariq Bowling Action : આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનનો ઓફ સ્પિનર ઉસ્માન તારિક પોતાની બોલિંગથી પ્રભાવ પાડી રહ્યો છે. જોકે તેની અનોખી બોલિંગ એક્શનની ઘણી ચર્ચા થઈ રહી છે

Usman Tariq Bowling Action : આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનનો ઓફ સ્પિનર ઉસ્માન તારિક પોતાની બોલિંગથી પ્રભાવ પાડી રહ્યો છે. જોકે તેની અનોખી બોલિંગ એક્શનની ઘણી ચર્ચા થઈ રહી છે

author-image
Ashish Goyal
New Update
Usman Tariq Bowling Action

પાકિસ્તાનનો સ્પિનર ઉસ્માન તારીક તેની બોલિંગ એક્શનના કારણે ચર્ચામાં છે Photograph: (સોશિયલ મીડિયા)

Usman Tariq Bowling Action : આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનનો ઓફ સ્પિનર ઉસ્માન તારિક પોતાની બોલિંગથી પ્રભાવ પાડી રહ્યો છે. જોકે તેની અનોખી બોલિંગ એક્શનની ઘણી ચર્ચા થઈ રહી છે. રન-અપ દરમિયાન ક્ષણિક વિરામ, ક્રિઝ પર 'સ્ટેચ્યુ જેવી' સ્થિર મુદ્રા અને પછી અચાનક બોલ ફેંકવો, આ બધું બેટ્સમેનોને મૂંઝવણમાં મૂકે છે. આ કારણોસર તેની એક્શનને લઇને ચકિંગના આક્ષેપો થઇ રહ્યા છે. સવાલો ઉઠી રહ્યા છે કે આ ચાલાકી છે કે નિયમોની મર્યાદામાં રહીને કરેલી બોલિંગ.

Advertisment

એક્શનની રિપોર્ટ બે વખત થઇ હતી

ઉસ્માન તારિક બેટ્સમેનોને મૂંઝવણમાં મૂકવા માટે આવું કરે છે તેમ લાગી રહ્યું છે જેના કારણે સવાલો પણ ઉભા થઈ રહ્યા છે અને વિવાદ પણ સર્જાયો છે. ઉસ્માન તારિકની અટકાઇને બોલ ફેંકવાની શૈલીને ગેરકાયદેસર બોલ અથવા તો ક્રિકેટની ભાષામાં ચકિંગ કહેવાય કે નહીં તે પર સવાલો છે. 

તેની બોલિંગ એક્શન પર બે વખત રિપોર્ટ કરવામાં આવી હતી, પણ બંને પ્રસંગોએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની એક્શનને યોગ્ય ઠેરવી હતી. 28 વર્ષીય ઓફ સ્પિનરની બિનપરંપરાગત બોલિંગ એક્શને રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં કેટલાક ખેલાડીઓનું ધ્યાન ખેંચ્યું છે.

અમેરિકા સામે 3 વિકેટ ઝડપી હતી

તેણે આ અઠવાડિયે શ્રીલંકામાં રમાયેલી તેની પ્રથમ ટી 20 વર્લ્ડ કપ મેચમાં અમેરિકા સામે ત્રણ વિકેટ ઝડપી હતી. ક્રિકેટના નિયમો અનુસાર તારિકની એક્શનને ગેરકાયદેસર ઠેરવવી આસાન નથી. બોલરની એક્શનને ગેરકાયદેસર બનાવવાનું પહેલું કારણ 15 ડિગ્રીનો નિયમ છે. આ નિયમ અનુસાર બોલર તેની કોણીને 15 ડિગ્રીની હદથી આગળ વાળી શકતો નથી, જેના કારણે મેદાન પરના અમ્પાયરો માટે રિયલ ટાઈમમાં સચોટ આકલન કરવું લગભગ અશક્ય છે.

Advertisment

ગ્રીન અને બ્રેવિસ જેવા ખેલાડીઓએ પણ ચકિત રહી ગયા

ઓસ્ટ્રેલિયાના કેમરન ગ્રીન અને દક્ષિણ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસ જેવા કેટલાક નોંધપાત્ર ખેલાડીઓ પણ  તારિકની બોલિંગ એક્શનથી આશ્ચર્યચકિત થયા હતા. નવેમ્બરમાં ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તારિકના બીજા બોલ પર પાવર હિટર બ્રેવિસ આઉટ થયો હતો. લાહોરમાં ગ્રીન પણ તેની ઓવરમાં આઉટ થયો હતો. કેમરન ગ્રીને અવિશ્વાસમાં માથું હલાવ્યું હતું અને બાઉન્ડ્રી લાઇન નજીક તારિકની બોલિંગ એક્શનની મજાક ઉડાવી હતી, જોકે બાદમાં તેણે માફી માંગી હતી.

ઉસ્માન તારિક 4 ટી 20 મેચમાં 11 વિકેટ ઝડપી ચૂક્યો છે

ઉસ્માન તારિકે ટી-20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. નવેમ્બરમાં રાવલપિંડીમાં રમાયેલી ત્રિકોણીય શ્રેણી દરમિયાન તેણે હેટ્રિક સહિત 18 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. ઉસ્માન તારિક અત્યાર સુધી માત્ર ચાર ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 88 બોલમાં 11 વિકેટ ઝડપી ચૂક્યો છે. પસંદગીકારોએ ટી-20 વર્લ્ડ કપ માટેની 15 સભ્યોની ટીમમાં તારિકને સામેલ કર્યો ત્યારે કોઈને આશ્ચર્ય થયું ન હતું કારણ કે તે જાણતા હતા કે શ્રીલંકાની પીચો ફાસ્ટ બોલરો કરતાં સ્લો બોલરોને વધુ અનુકૂળ રહેશે.

આ પણ વાંચો - ઇશાન કિશને બનાવ્યા 3 રેકોર્ડ, યુવરાજસિંહ, રોહિત શર્મા અને અભિષેક શર્માની લિસ્ટમાં એન્ટ્રી

ઉસ્માન તારિકની ક્રિકેટની સફર આસાન રહી નથી. છેલ્લી બે સિઝનમાં પાકિસ્તાન સુપર લીગ દરમિયાન શંકાસ્પદ બોલિંગ એક્શન બદલ તેની વિરુદ્ધ બે વખત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે દેશની પ્રીમિયર ડોમેસ્ટિક ટી 20 ટુર્નામેન્ટ છે, પરંતુ બંને પ્રસંગોએ લાહોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં પરીક્ષણ કર્યા બાદ તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. 

ઉસ્માન તારિકે કહ્યું કે મારા હાથમાં બે કોણી છે. મારો હાથ કુદરતી રીતે વળે છે. મેં તેની તપાસ કરાવી છે અને તે રિપોર્ટમાં સ્પષ્ટ છે. દરેકને લાગે છે કે હું મારો હાથ જોડી દઉં છું. મારો વળેલો હાથ જૈવિક સમસ્યા છે. 

પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પોર્ટ્સ