ઇશાન કિશને બનાવ્યા 3 રેકોર્ડ, યુવરાજસિંહ, રોહિત શર્મા અને અભિષેક શર્માની લિસ્ટમાં એન્ટ્રી

Ishan Kishan Record : ટી 20 વર્લ્ડ કપ 2026માં ઈશાન કિશને નામિબિયા સામે 24 બોલમાં 61 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી. આ ઈનિંગ્સમાં ઈશાને 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે 6 ફોર અને 5 સિક્સર ફટકારી હતી

Ishan Kishan Record : ટી 20 વર્લ્ડ કપ 2026માં ઈશાન કિશને નામિબિયા સામે 24 બોલમાં 61 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી. આ ઈનિંગ્સમાં ઈશાને 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે 6 ફોર અને 5 સિક્સર ફટકારી હતી

author-image
Ashish Goyal
New Update
Ishan Kishan Record

Ishan Kishan Record : ટી 20 વર્લ્ડ કપ 2026માં ઈશાન કિશને નામિબિયા સામે 24 બોલમાં 61 રન બનાવ્યા હતા Photograph: (@BCCI)

Ishan Kishan Record : ટી 20 વર્લ્ડ કપ 2026માં ઈશાન કિશને નામિબિયા સામે 24 બોલમાં 61 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી. આ ઈનિંગ્સમાં ઈશાને 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે 6 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. ઇશાને આ ઝંઝાવાતી ઈનિંગ્સમાં ત્રણ મોટા રેકોર્ડ બનાવ્યા હતા. 

Advertisment

ઇશાન કિશન ટી 20 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાના મામલે સંયુક્ત રીતે ચોથા સ્થાને આવી ગયો છે. યુવરાજ 12 બોલમાં અડધી સદી ફટકારીને આ યાદીમાં ટોચ પર છે. ઇશાન આ સિવાય અભિષેક શર્મા અને રોહિત શર્માની યાદીમાં સામેલ થયો છે.

ભારત માટે ટી-20 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી અડધી સદી

12 બોલ : યુવરાજ સિંહ વિ ઇંગ્લેન્ડ, ડરબન, 2007
18 બોલ: કેએલ રાહુલ વિ સ્કોટલેન્ડ, દુબઈ, 2021
19 બોલ: રોહિત શર્મા વિ ઓસ્ટ્રેલિયા, ગ્રોસ આઇલેટ, 2024
20 બોલ : યુવરાજ સિંહ વિ ઓસ્ટ્રેલિયા, ડરબન, 2007
20 બોલ: ઇશાન કિશન વિ નામિબિયા, દિલ્હી, 2026

ટી 20 વર્લ્ડ કપમાં ભારત તરફથી પાવરપ્લેની અંદર અડધી સદી

  • 51 (21 બોલ): રોહિત શર્મા વિ ઓસ્ટ્રેલિયા, ગ્રોસ આઇસલેટ, 2024
  • 50 (19 બોલ): કેએલ રાહુલ વિ સ્કોટલેન્ડ, દુબઈ, 2021
  • 50 (20 બોલ): ઇશાન કિશન વિ નામિબિયા, દિલ્હી, 2026
Advertisment

ભારત તરફથી પાવરપ્લેની અંદર સૌથી વધુ વખત અડધી સદી

  • અભિષેક શર્મા: 3
  • રોહિત શર્મા : 2
  • ઈશાન કિશન: 2
  • કેએલ રાહુલ : 1
  • યશસ્વી જયસ્વાલ: 1

આ પણ વાંચો - ભારત વિ નામિબિયા લાઇવ મેચ અપડેટ્સ

ભારતે પાવરપ્લેનો ચોથો હાઈએસ્ટ સ્કોર બનાવ્યો

ભારતીય ટીમે નામીબિયા સામ પાવરપ્લેની 6 ઓવરમાં 1 વિકેટે 86 રન કર્યા હતા. ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પાવરપ્લેનો આ ચોથો હાઈએસ્ટ સ્કોર હતો. આ યાદીમાં વેસ્ટ ઇન્ડીઝ ટોચના સ્થાને છે. જેણે 2024ના વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે પાવરપ્લેમાં 92 રન ફટકાર્યા હતા. આ સિવાય પાવરપ્લેમાં નેધરલેન્ડે 91 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડે 89 રન બનાવ્યા હતા.

સ્પોર્ટ્સ ક્રિકેટ ભારત ક્રિકેટ ટીમ નામિબિયા ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ