Wasim akram controversy: પાકિસ્તાનના ક્રિકેટર વસીમ અમરમ આમ તો પોતાના દેશના મહાન ક્રિકેટ ખેલાડીઓમાં સામેલ છે અને તેમને ઘણી ઈજ્જત આપવામાં આવે છે પરંતુ હાલમાં તેઓ સોશિયલ મીડિયામાં ટ્રોલર્સના નિશાના પર છે. વસીમ અકરમ પાકિસ્તાનની જનતાના ગુસ્સાનો શિકાર બની રહ્યા છે. જેનું કારણ છે લોકપ્રિય પોર્ન સ્ટાર મિયા ખલીફા. અકરમ અને મિયા ખલીફાનું એક પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે જેના પછીથી પાકિસ્તાાનના લોકોમાં ખુબ જ ગુસ્સો છે.
વસીમ અકરમ મિયા ખલીફાની સાથે નજર આવ્યા
વસીમ અકરમ એક ક્રિકેટ બેટિંગ કંપનીને એન્ડોર્સ કરી રહ્યા છે. આ કંપનીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં વસીમ અકરમની સાથે પોર્ન સ્ટાર મિયા ખલીફા પણ નજર આવી રહી છે. મીડિયા રિપોર્ટસનું માનીએ તો મિયા ખલીફા પણ આ કંપનીની બ્રાંડ એમ્બેસેડર છે. આજ કારણસર તે પણ વસીમ અકરમ સાથે પોસ્ટરમાં છે અને આ વાત જ લોકોને હજમ નથી થઈ રહી.
વસીમ અકરમે વીડિયો શેર કર્યો
દિગ્ગજ વસીમ અકરમે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જે બાજી કંપનીનું એડ શૂટ છે. જેના કેપ્શનમાં તેમણે લખ્યું,”મજા કરવા અને થોડી યાદો સાથે વિતાવીએ. હું આ પ્રવાસને તમારી સાથે શેર કરવા માટે ઉત્સાહિત છું.”
ટ્રોલ થઈ રહ્યા છે વસીમ અકરમ
યૂઝર્સે લખ્યું,’બેશરમીની હદ છે. પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટર વસીમ અકરમ પોર્ન સ્ટારની સાથે જાહેરાત કરી રહ્યા છે.’ ત્યાં જ કેટલાકે લખ્યું કે વસીમ અકરમને અલ્લાહ રસ્તો દેખાડે. ત્યાં જ કેટલાક યૂઝર્સને વિશ્વાસ નથી થઈ રહ્યો કે વસીમ અકરમ આ પ્રકારની જાહેરાત માટે રાજી થઈ ગયા. વસીમ અકરમે અત્યાર સુધીમાં આ વિશે કોઈ નિવેદન આપ્યું નથી.
વસીમ અકરમ પોતાના પરિવાર સાથે પાકિસ્તાન નહીં પણ ઓસ્ટ્રેલિયામાં રહે છે. પાકિસ્તાનમાં સટ્ટાને ઈસ્લામમાં હરામ માનવામાં આવે છે. આજ કારણ છે કે ઘણા ક્રિકેટર્સ ટી-20 લીગ્સ દરમિયાન જર્સી પર બેટિંગ કંપનીના લોગો નથી લખાવતા. આ માટે તેમને દંડ પણ ભરવો પડે છે.





