India vs Pakistan: ઈમર્જિંગ એશિયા કપ 2024 માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ઈન્ડિયા-એ ટીમની જાહેરાત કરી દીધી છે. એશિયા કપ માટે ટીમની કમાન તિલક વર્માને સોંપવામાં આવી છે. આ સિવાય યુવા ખેલાડીઓને તક આપાવમાં આવી છે. ટૂર્નામેન્ટનું આયોજન આ વખતે એશિયન ક્રિકેટ કાઉન્સિલ ઓમાનમાં કરી રહ્યું છે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 19 ઓક્ટોબરથી કરશે, જ્યારે ટૂર્નામેન્ટની શરૂઆત 18 ઓક્ટોબરથી થશે. આ ટૂર્નામેન્ટમાં વધુ એક વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળશે.
ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
એશિયા કપ 2024માં ભારત પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન વિરૂદ્ધ રમશે. આ મેચ 19 ઓક્ટોબરે રમાશે. ત્યાં જ ભારતીય ટીમ બીજી મેચ યૂએઈ વિરૂદ્ધ 21 ઓક્ટોબરે રમશે. જ્યારે લીગ ચરણની છેલ્લી મેચનો મુકાબલો મેન ઈન બ્લૂને ધ્યાનમાં રાખીને યઝમાન દેશ ઓમાન સામે રમવાનો છે. આ તમામ મેચ ઓમાન ક્રિકેટ એકેડમીમાં રમાશે.
આ પણ વાંચો: ટીમ ઇન્ડિયા હવે પાકિસ્તાનની જીતની પ્રાર્થના કરશે, જાણો હવે કેવી રીતે સેમિ ફાઇનલમાં પહોંચશે ભારત!
25 ઓક્ટોબરે પ્રથમ સેમાફાઈનલ મેચ, જ્યારે બીજો સેમીફાઈનલ મુકાબલો પણ 25 ઓક્ટોબરે જ રમાશે. ત્યાં જ ફાઈનલ મુકાબલો રવિવારે 27 ઓક્ટોબરે રમાશે. ટૂર્નામેન્ટમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો પણ ભાગ લેશે.
IPL 2024 માં સારૂં પ્રદર્શન કરનારા ખેલાડીઓને મળી તક
ઈમર્જિંગ એશિયા કપ 2024 માટે તેવા ખેલાડીઓનો તક આપાવમાં આવી છે. જેમને આઇપીએલ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે. બોર્ડે અભિષેક શર્મા સિવાય આયુષ બદોની અને પ્રભસિમરન જેવા ખેલાડીઓની તક આપી છે. અભિષેકને બાંગ્લાદેશ વિરૂદ્ધ રમેલી 3 મેચની ટેસ્ટ સિરીઝમાં પણ તક આપવામાં આવી હતી. પરંતુ તે આ સિરીઝમાં મોટી ઈનિંગ રમી શક્યો નહીં. આ સિવાય દિલ્હી પ્રીમિયર લીગમાં ધમાકેદાર પ્રદર્શન કરનારા આયુષ બદોની પણ ઈન્ડિયા-એ દળનો ભાગ છે.
એશિયા કપ 2024 માટે ભારતીય ટીમ
તિલક વર્મા(કેપ્ટન), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, આયુષ બદોની, નિશાંત સિંધુ, રમનદીપ સિંહ, અનુજ રાવત, નેહલ વઢેરા, અંશુલ કંબોજ, રિતિક શૌકીન, વૈભવ અરોડા, રસિખ સલામ, સાઈ કિશોર, રાહુલ ચાહર, આકિબ ખાન.





