CSK vs PBKS IPL 2023 Cricket Match Score : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) ની 41મી મેચમાં, ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ પંજાબ કિંગ્સ સામે રમવામાં આવી રહી છે. ચેન્નાઈના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટીંગ કરી 20 ઓવરમાં 04 વિકેટના નુકશાને 200 રન બનાવ્યા. હવે પંજાબ કિંગ્સ જીતવાના ઈરાદા સાથે માટે મેદાનમાં ઉતરી હતી અને 20 ઓવરમાં 06 વિકેટના નુકશાને 201 રન બનાવી રોમાંચક જીત મેળવી છે.
છેલ્લી ઓવરનો છેલ્લો બોલ નિર્ણાયક
મતિશા પાથિરાનાએ ચેન્નાઈ તરફથી 20 ઓવર નાખવાનું શરૂ કર્યું. પંજાબને જીત માટે 6 બોલમાં 8 રનની જરૂરત હતી. અંતિમ ઓવરના પ્રથમ બે બોલમાં 2 રન જ ગયા અને ત્રીજા બોલમાં એક પણ રન ન આવ્યો. ચોથા બોલમાં બે રન અને પાંચમા બોલમાં 2 રન પંજાબને મળ્યા. હવે અંતિમ બોલે પંજાબને જીતવા 3 રનની જરૂર હતી, સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો. જો બે રન આવે તો સુપર ઓવર થાય તેમ હતું, અને પાથિરાનાએ છેલ્લો બોલ નાખ્યો અને બોલ સ્ટમ્પ પર ધીમો હતો, રઝાએ બેટ ગુમાવી દીધુ અને સામે શાહરૂખ ખાને પણ ફાસ્ટ રનિંગ કરી ત્રણ રન દોડી લઈ શાનદાર જીત મેળવી.
પંજાબના કેપ્ટન શિખર ધવને પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે. ચેન્નાઈની ટીમ 8 મેચમાં 10 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે. પંજાબની ટીમ 8માંથી 4 મેચ જીતીને છઠ્ઠા સ્થાને છે. છેલ્લી મેચમાં બંને ટીમોને હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં બંને જીતના માર્ગ પર પાછા ફરવાનો પ્રયાસ કરશે.
ચેન્નાઈ – કોણે કેટલા રન બનાવ્યા
ઋતુરાજ ગાયકવાડ 31 બોલમાં 37 રન બનાવી આઉટ થયો
ડેવોન કોનવે 52 બોલમાં 92 રન બનાવી અણનમ રહ્યો
શિવમ દુબે 17 બોલમાં 28 રન બનાવી આઉટ થયો
મોઈન અલી 06 બોલમાં 10 રન બનાવી આઉટ થયો
રવિન્દ્ર જાડેજા 10 બોલમાં 12 રન બનાવી આઉટ થયો
મહેન્દ્ર સિંહ ધોની 04 બોલમાં 13 બનાવી અણનમ રહ્યો
પંજાબ – કોણે કેટલી વિકેટ લીધી અને કેટલા રન આપ્યા
અર્શદીપ સિંહે 04 ઓવરમાં 37 રન આપી 01 વિકેટ લીધી
કાગીસો રબાડાએ 04 ઓવરમાં 34 રન આપી એક પણ વિકેટ ન લીધી
સેમ કરણ 04 ઓવરમાં 46 રન આપી 01 વિકેટ લીધી
રાહુલ ચાહર 04 ઓવરમાં 35 રન આપી 01 વિકેટ લીધી
સિકંદર રઝા 03 ઓવરમાં 31 રન આપી 01 વિકેટ લીધી
લિયામ લિવિંગસ્ટોન 01 ઓવરમાં 16 રન આપી એક પણ વિકેટ ન લીધી
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની પ્લેઈંગ ઈલેવન
ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (સી), મતિશા પાથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તિખોન
આ પણ વાંચો – આઈપીએલ 2023 : વિજય શંકરે બાજી પલટાવી, ગુજરાત ટાઇટન્સનો 7 વિકેટે વિજય
પંજાબ કિંગ્સની પ્લેઇંગ XI
પંજાબ કિંગ્સ: અથર્વ ટાયડે, શિખર ધવન (સી), લિયામ લિવિંગસ્ટોન, સિકંદર રઝા, સેમ કરણ, જીતેશ શર્મા (વિકેટમેન), શાહરૂખ ખાન, હરપ્રીત સિંહ ભાટિયા, કાગીસો રબાડા, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ