scorecardresearch

આઈપીએલ 2023 : વિજય શંકરે બાજી પલટાવી, ગુજરાત ટાઇટન્સનો 7 વિકેટે વિજય

IPL 2023 KKR vs GT : રહમાનુલ્લાહ ગુરબાઝના 39 બોલમાં 5 ફોર, 7 સિક્સર સાથે 81 રન, વિજય શંકરના 24 બોલમાં અણનમ 51, ગુજરાત 12 પોઇન્ટ સાથે ટોચના સ્થાને પહોંચ્યું

IPL 2023 KKR vs GT
IPL 2023 KKR vs GT : ગુજરાત ટાઇટન્સ વિ.કોલકાતા નાઇટ રાઇડર્સ મેચ

IPL 2023 KKR vs GT : વિજય શંકરના 24 બોલમાં અણનમ 51 અને શુભમન ગિલના 49 રનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઇપીએલ 2023માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 7 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ગુજરાત 12 પોઇન્ટ સાથે ટોચના સ્થાને પહોંચી ગયું છે.

ગુજરાત ટાઇટન્સ ઇનિંગ્સ

-કોલકાતા તરફથી હર્ષિત રાના, રસેલ અને નારાયણે 1-1 વિકેટ ઝડપી હતી.

-વિજય શંકર 24 બોલમાં 2 ફોર, 5 સિક્સર સાથે 51 રને અણનમ રહ્યો.

-ડેવિડ મિલર 18 બોલમાં 2 ફોર, 2 સિક્સર સાથે 32 રને અણનમ રહ્યો.

-ગુજરાતે 12.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-શુભમન ગિલ 35 બોલમાં 8 ફોર સાથે 49 રન બનાવી સુનીલ નારાયણનો શિકાર બન્યો.

-હાર્દિક પંડ્યા 26 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં એલબી આઉટ થયો. ગુજરાતે 91 રને બીજી વિકેટ ગુમાવી.

-ગુજરાતે 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-રિદ્ધિમાન સાહા 10 બોલમાં 1 ફોર સાથે 10 રન બનાવી રસેલનો શિકાર બન્યો.

આ પણ વાંચો – આઈપીએલમાં ફરી વિવાદ, ટીમ પાર્ટીમાં દિલ્હી કેપિટલ્સના ખેલાડીએ મહિલા સાથે કર્યું ગેરવર્તન

કોલકાતા નાઇટ રાઇડર્સ ઇનિંગ્સ

-ગુજરાત તરફથી મોહમમ્દ શમીએ 3 વિકેટ, જ્યારે લિટિલ અને નૂર અહમદે 2-2 વિકેટ ઝડપી.

-કેકેઆરે 20 ઓવરમાં 7 વિકેટે 179 રન બનાવ્યા.

-ડેવિડ વિસી 6 બોલમાં 8 રન બનાવી અણનમ રહ્યો

-આન્દ્રે રસેલના 19 બોલમાં 2 ફોર, 3 સિક્સર સાથે 34 રન.

-રિંકુ સિંહ 20 બોલમાં 19 રન બનાવી નૂર અહમદનો શિકાર બન્યો.

-રહમાનુલ્લાહ ગુરબાઝ 39 બોલમાં 5 ફોર, 7 સિક્સર સાથે 81 રન બનાવી નૂર અહમદનો શિકાર બન્યો. 135 રને પાંચમી વિકેટ ગુમાવી.

-કોલકાતાએ 12.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-નિતીશ રાણા લિટિલની ઓવરમાં 4 રને કેચ આઉટ થયો.

-રહમાનુલ્લાહ ગુરબાઝે 27 બોલમાં 4 ફોર, 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-વેંકટેશ ઐયર 11 રને લિટિલનો શિકાર બન્યો. કેકેઆરે 84 રને ત્રીજી વિકેટ ગુમાવી.

-શાર્દુલ ઠાકુર 4 બોલમાં ખાતું ખોલાયા વિના આઉટ.

-એન.જગદીશન 15 બોલમાં 4 ફોર સાથે 19 રન બનાવી શમીનો શિકાર બન્યો.

-ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

-વરસાદના કારણે મેચમાં વિલંબ. 4.15 કલાકે મેચ શરૂ થઇ.

બન્ને ટીમો આ પ્રમાણે છે

કોલકાતા નાઇટ રાઇડર્સ : રહમાનુલ્લાહ ગુરબાઝ, એન જગદીશન, વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ડેવિડ વિસી, શાર્દુલ ઠાકુર, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.

ગુજરાત ટાઇટન્સ – ઋદ્ધિમાન સાહા, વિજય શંકર, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશ લિટિલ, નૂર અહમદ.

Web Title: Ipl 2023 kolkata knight riders vs gujrat titans kkr vs gt live score updates

Best of Express