Virat Kohli and MS Dhoni Daughters : વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી વિશે ખરાબ ટિપ્પણીઓને લઇને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે દિલ્હી પોલીસે સોમવારે એફઆઈઆર નોંધી છે. આ કાર્યવાહી દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલની ફરિયાદ પછી કરવામાં આવી છે.
દિલ્હી પોલીસની IFSO યૂનિટે કરી કાર્યવાહી
દિલ્હી પોલીસની આઈએફએસઓ યૂનિટે (Delhi POlice IFSO Unit)ટ્વિટર પર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને વિરાટ કોહલીની દીકરીઓ વિશે અભદ્ર પોસ્ટ કરવાને લઇને ઓછામાં ઓછા છ સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે કેસ નોંધ્યો છે. આ એકાઉન્ટથી ક્રિકેટરની બે અને સાત વર્ષીય પુત્રી સામે અશ્લિલ ટિપ્પણી કરવામાં આવી રહી હતી.
દિલ્હી મહિલા આયોગે એફઆઈઆર માટે દિલ્હી પોલીસને નોટિસ મોકલી હતી
દિલ્હી મહિલા આયોગે આ મામલામાં દિલ્હી પોલીસને એફઆઈઆર નોંધવા માટે નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો હતો. દિલ્હી પોલીસ તરફથી નોંધવામાં આવેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદની ટિપ્પણીઓ અને અત્યાર સુધી કરવામાં આવેલી તપાસના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 67 બી (ડી) (ઇલેક્ટ્રોનિક રૂપમાં યૌન રુપથી સ્પષ્ટ ગતિવિધિઓમાં બાળકોને ચિત્રિત કરનારી સામગ્રીના પ્રકાશન અને પ્રસારણ માટે સજા) અંતર્ગત આઈટી એક્ટમાં અપરાધ બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો – વિરાટ કોહલી અને ઇશાન કિશને જોરદાર ડાન્સ કરી પ્રશંસકોના દિલ જીત્યા, જુઓ વીડિયો
સોશિયલ મીડિયા યૂઝર્સને દિલ્હી પોલીસે મોકલાવી નોટિસ
વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ કહ્યું કે ઓળખ કરાયેલા સોશિયલ મીડિયા યૂઝર્સને નોટિસ જાહેર કરવામાં આવી રહી છે. તેમની સામે આગળની કાર્યવાહી કરાશે. દિલ્હી પોલીસે ટ્વિટર પાસે પણ આ વિશે રિપોર્ટ માંગ્યો છે. આ પહેલા દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે ટ્વિટ કરીને લખ્યું કે મારી નોટિસ પછી દિલ્હી પોલીસે વિરાટ કોહલી અને એમએસ ધોનીની દીકરી પર થયેલી અભદ્ર ટિપ્પણીઓના મામલામાં એફઆઈઆર નોંધી લીધી છે. જલ્દી બધા દોષિતોને પકડી લેવામાં આવશે અને જેલમાં જશે.