India vs Sri Lanka 2nd ODI : ઇડન ગાર્ડન્સમાં શ્રીલંકા સામે રમાયેલી બીજી વન-ડેમાં જીત મેળવ્યા પછી વિરાટ કોહલી અને ઇશાન કિશનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બન્ને પ્લેયર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. પ્રશંસકો આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ઇડન ગાર્ડન્સ પર લાઇટ શો થયો હતો. આ શો દરમિયાન ત્યાં હાજર રહેલા દર્શકોએ કોહલી અને ઇશાન કિશનના ડાન્સનો વીડિયો બનાવ્યો હતો. બન્ને ખેલાડી જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
ટ્વિટર સહિત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઇશાન કિશન અને વિરાટ કોહલીનો હટકે અંદાજ જોવા મળે છે. વિરાટ અને ઇશન ડાન્સ કરી રહ્યા હોય છે ત્યારે દર્શકો તેમનો ઉત્સાહ વધારતા જોવા મળે છે.
આ પણ વાંચો – વિરાટ કોહલી વન ડે ક્રિકેટનો કિંગ, પરંતુ વર્ષ 2021 વિરાટ માટે વામન, આખા વરસમાં માત્ર 129 રન
બીજી વન-ડેમાં ભારતનો 4 વિકેટે વિજય
બોલરોના શાનદાર પ્રદર્શન પછી કેએલ રાહુલની અણનમ અડધી સદી (64)ની મદદથી ભારતે શ્રીલંકા સામેની બીજી વન-ડેમાં 4 વિકેટે વિજય મેળવ્યો છે. શ્રીલંકા પ્રથમ બેટિંગ કરતા 39.4 ઓવરમાં 215 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 43.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ વન-ડે 15 જાન્યુઆરીએ રમાશે.