Priyansh Arya: એક ઓવરમાં 6 સિકસર ફટકારનાર પ્રિયાંશ આર્યને IPL હરાજીમાં મળી 13 ઘણી વધુ રકમ

Priyansh Arya, IPL 2025: આઈએલની હરાજીમાં દિલ્હીના પ્રિયાંશ આર્યને પંજાબ કિંગ્સે 3.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી. એટલે કે તેમની કિંમત લગભગ 13 ગણી વધી છે.

Written by Rakesh Parmar
November 25, 2024 21:08 IST
Priyansh Arya: એક ઓવરમાં 6 સિકસર ફટકારનાર પ્રિયાંશ આર્યને IPL હરાજીમાં મળી 13 ઘણી વધુ રકમ
પ્રિયાંશ ડાબા હાથનો બેટ્સમેન છે અને જમણા હાથે ઓફ બ્રેક બોલિંગ કરે છે. (તસવીર: PunjabKingsIPL/X)

Priyansh Arya, IPL 2025: આઈએલની હરાજીમાં દિલ્હીના પ્રિયાંશ આર્યને પંજાબ કિંગ્સે 3.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી. એટલે કે તેમની કિંમત લગભગ 13 ગણી વધી છે. પ્રિયાંશ ડોમેસ્ટિક સર્કિટમાં જાણીતું નામ છે. થોડા મહિનાઓ પહેલા એટલે કે આ વર્ષે ઓગસ્ટમાં દિલ્હી પ્રીમિયર લીગમાં એક ઓવરમાં છ સિકસર ફટકારીને તે ચર્ચામાં આવ્યો હતો.

આખી દુનિયાને તેની પાવર હિટિંગ પર વિશ્વાસ હતો અને ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે તે IPL ઓક્શનમાં સૌથી મોંઘો સેલર બની શકે છે. એવું જ થયું. આ અનકેપ્ડ ખેલાડી માટે બિડિંગ થઈ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે બિડિંગ યુદ્ધ જોવા મળ્યું. અંતે પંજાબની ટીમ સફળ રહી હતી. હવે પ્રિયાંશ પંજાબની ટીમ માટે પોતાની પાવર હિટિંગનો ઉપયોગ કરતો જોવા મળશે.

23 વર્ષીય પ્રિયાંશે યુવરાજ સિંહના પરાક્રમનું પુનરાવર્તન કર્યું જે 2007 ટી-20 વર્લ્ડ કપમાં જોવા મળ્યું હતું. તે દિલ્હી પ્રીમિયર લીગમાં એક ઓવરમાં સતત છ છગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. આટલું જ નહીં તે એક ઓવરમાં 6 સિક્સર મારવાનું કારનામું કરનારો ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો હતો. આ પહેલા આ રેકોર્ડ રવિ શાસ્ત્રી અને યુવરાજ સિંહના નામે હતો. તેણે દિલ્હી પ્રીમિયર લીગમાં બે સદી ફટકારી હતી. આ સિવાય તેણે ચાર અડધી સદી પણ ફટકારી હતી.

આ પણ વાંચો: વેંકટેશ અય્યર પર થયો પૈસાનો વરસાદ, 23.75 કરોડમાં KKR એ પોતાની ટીમમાં કર્યો સામેલ

તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 10 ઇનિંગ્સમાં 608 રન બનાવ્યા હતા. પ્રિયાંશે આ લીગમાં સૌથી વધુ 49 ચોગ્ગા અને 43 છગ્ગા ફટકાર્યા હતા. આયુષ બદોની પછી આ બીજા ક્રમે હતો. ટૂર્નામેન્ટમાં તેની એવરેજ 67.55 હતી અને સ્ટ્રાઈક રેટ 198.69 હતો. દિલ્હી પ્રીમિયર લીગમાં પ્રિયાંશ આર્યની કેટલીક ઇનિંગ્સ: 57(30), 82(51), 53(32), 45(26), 107*(55), 88(42), 24(9) અને 120(50) .

પ્રિયાંશ ડાબા હાથનો બેટ્સમેન છે અને જમણા હાથે ઓફ બ્રેક બોલિંગ કરે છે. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હી તરફથી રમે છે અને ભારત A અંડર-19 ટીમ માટે પણ રમી ચૂક્યો છે. તેણે 2021માં દિલ્હી તરફથી સ્થાનિક ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધીમાં તેણે દિલ્હી માટે પાંચ લિસ્ટ-એ મેચમાં 69 રન અને નવ ટી20 મેચમાં 248 રન બનાવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ