/indian-express-gujarati/media/media_files/2026/02/16/eng-vs-ita-t20-world-cup-2026-live-2026-02-16-14-20-20.jpg)
England vs Italy T20 Live Cricket Score in gujarati : ટી 20 વર્લ્ડ કપ 2026, ઇંગ્લેન્ડ વિ ઇટાલી મેચ અપડેટ્સ Photograph: (@ItalyCricket)
T20 World Cup 2026, England vs Italy Cricket Score Updates : વિલ જેક્સની અણનમ અડધી સદી (53) બાદ સેમ કરન અને જેમી ઓવરટનની ચુસ્ત બોલિંગની મદદથી ઇંગ્લેન્ડે ટી 20 વર્લ્ડ કપ 2026માં ઇટાલી સામે 24 રને વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં ઇટાલી 178 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ઇંગ્લેન્ડે સુપર-8માં પ્રવેશ કરી લીધો છે. ઇટાલીએ શાનદાર પ્રદર્શનથી દિલ જીતી લીધા હતા.
ઇટાલી ઇનિંગ્સ
-ઇટાલી 178 રનમાં ઓલઆઉટ. ઇંગ્લેન્ડ તરફથી સેમ કરન અને જેમી ઓવરટને 3-3 વિકેટ ઝડપી.
-ગ્રાન્ટ સ્ટીવર્ટ 23 બોલમાં 2 ફોર અને 5 સિક્સરની મદદથી 45 રને કરનની શિકાર બન્યો.
-માર્કસ કોમ્પોપિયાનો 6 બોલમાં 2 રને સેમ કરનની ઓવરમાં કેચ આઉટ થયો.
-જસ્ટીન મોસ્કા 34 બોલમાં 7 ફોર સાથે 43 રને રાશિદનો શિકાર બન્યો.
-બેન માનેન્ટી 25 બોલમાં 4 ફોર અને 6 સિક્સર સાથે 60 રને જેક્સની ઓવરમાં કેચ આઉટ થયો.
-બેન માનેન્ટીએ 22 બોલમાં 3 ફોર અને 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ઇટાલીએ 11.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-હેરી મોનેન્ટી 11 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 12 રને ઓવરટનની ઓવરમાં કેચ આઉટ થયો.
-એન્થોની મોસ્કા પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના અને જેજે સ્મટ્સ 4 બોલમાં ખાતું ખોલાયા વિના આર્ચરની પ્રથમ ઓવરમાં આઉટ.
ઇંગ્લેન્ડ ઇનિંગ્સ
-વિલ જેક્સના 22 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 53 રન.
-ઇંગ્લેન્ડે 19.5 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-જેમી ઓવરટન 9 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 15 રને આઉટ.
-સેમ કુરન 19 બોલમાં 2 સિક્સર સાથે 25 રને સાથે કાલુગમાગેનો શિકાર બન્યો.
-ટોમ બોન્ટન 21 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે કાલુગમાગેની ઓવરમાં કેચ આઉટ.
-ઇંગ્લેન્ડે 12.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-હેરી બ્રુક 9 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 14 રને સ્મટ્સનો શિકાર બન્યો.
-જેકોબ બેથલ 20 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 23 રને કેચ આઉટ થયો.
-ફિલ સોલ્ટ 15 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 28 રને અલી હસનનો શિકાર બન્યો.
-જોશ બટલર 4 બોલમાં 3 રને ગ્રાન્ટ સ્ટીવર્ટની ઓવરમાં કેચ આઉટ થયો.
-ઇટાલી લામે ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : ...તો પાકિસ્તાન સુપર-8માં નહીં કરી શકે ક્વોલિફાય, જાણો ગ્રુપ- A નું સમીકરણ
બન્ને ટીમો આ પ્રમાણે છે
ઇંગ્લેન્ડ : ફિલ સોલ્ટ, જોસ બટલર, જેકોબ બેથેલ, ટોમ બેન્ટન, હેરી બ્રુક (કેપ્ટન), સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, જેમી ઓવરટન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ.
ઇટાલી : એન્થોની મોસ્કા, જસ્ટિન મોસ્કા, જેજે સ્મટ્સ, માર્કસ કોમ્પોપિયાનો, હેરી માનેન્ટી (કેપ્ટન), બેન માનેન્ટી, ગ્રાન્ટ સ્ટીવર્ટ, ગિયાન-પિએરો મીડે, જસપ્રીત સિંહ, ક્રિશાન કાલુગમાગે, અલી હસન.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us