/indian-express-gujarati/media/media_files/2026/02/16/pakistan-qualification-scenario-2026-02-16-15-24-18.jpg)
પાકિસ્તાન ક્રિકેટ ટીમ Photograph: (@ICC)
T20 World Cup 2026, Pakistan Qualification Scenario : ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતે રવિવારે પાકિસ્તાનને હરાવીને જીતની હેટ્રિક ફટકારીને સુપર-8માં પ્રવેશ કરી લીધો હતો. ભારતે પાકિસ્તાનને એકતરફી રીતે હરાવ્યું હતું. પાકિસ્તાનને હજુ સુપર-8માં પહોંચવાની તક છે. હવે તેણે એક મેચ રમવાની બાકી છે અને આ મેચ જીતવી પડશે, કારણ કે તેઓ 61 રનથી હાર્યા બાદ હાલ પોઇન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે સરકી ગઇ છે.
પાકિસ્તાનનું સુપર-8 માં પહોંચવાનું ગણિત
ટી-20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ- A માં ભારતે 3 મેચ જીતીને સુપર-8માં સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાને 3માંથી 2 મેચ જીતી છે. તેના 4 પોઇન્ટ છે. અમેરિકાએ 4 માંથી 2 મેચ જીતી છે અને તેના 4 પોઇન્ટ છે. નેધરલેન્ડે 3 મેચમાં 1 જીત નોંધાવી છે. નામિબિયા સુપર-8ની રેસમાંથી બહાર થઈ ગયું છે. તે ત્રણ મેચ રમ્યું છે અને ત્રણેયમાં પરાજય થયો છે.
ટી-20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં ભારત ટોચના સ્થાને છે. અમેરિકા બીજા નંબરે અને પાકિસ્તાન ત્રીજા નંબર પર છે. જ્યારે નેધરલેન્ડ 2 પોઈન્ટ સાથે ચોથા અને નામીબિયા પાંચમા ક્રમે છે.
ગ્રુપ-A પોઇન્ટ ટેબલ
| ટીમ | મેચ | જીત | હાર | પોઇન્ટ | નેટ રનરેટ |
| ભારત | 3 | 3 | 0 | 6 | 3.050 |
| યૂએસએ | 4 | 2 | 4 | 4 | 0.788 |
| પાકિસ્તાન | 3 | 2 | 1 | 4 | -0.403 |
| નેધરલેન્ડ્સ | 3 | 1 | 2 | 2 | -1.352 |
| નામિબિયા | 3 | 0 | 3 | 0 | -2.443 |
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : સુપર 8 માં ભારતની મેચો આ તારીખે રમાશે, જાણો કઇ ટીમ સામે ક્યારે ટકરાશે
પાકિસ્તાને નામિબિયાને હરાવવું પડશે
પાકિસ્તાને સુપર-8માં પ્રવેશવા માટે 18મી ફેબ્રુઆરીએ નામિબિયાને હરાવવું પડશે. જો તે આ મેચમાં જીત મેળવશે તો 6 પોઇન્ટ સાથે સુપર-8માં ક્વોલિફાય કરી લેશે. વરસાદના કારણે મેચ રદ થશે તો પણ 5 પોઇન્ટ સાથે ક્વોલિફાય કરી લેશે. જો નામીબિયા જીતશે તો પાકિસ્તાન સુપર-8માં પ્રવેશી શકશે નહીં કારણ કે અમેરિકાનો રનરેટ પાકિસ્તાન કરતા વધુ સારો છે. નેધરલેન્ડને પણ 4 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે. જોકે તેની મેચ ભારત સામે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us