ટી 20 વર્લ્ડ કપ 2026 : સુપર 8 માં ભારતની મેચો આ તારીખે રમાશે, જાણો કઇ ટીમ સામે ક્યારે ટકરાશે

T20 World Cup 2026, Team India Super 8 Schedule: ભારતીય ટીમે ટી 20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયા સુપર 8 માં ક્વોલિફાય થઇ ગયું છે. આગામી રાઉન્ડમાં ભારતીય ટીમ તેની ત્રણ મેચ કઇ તારીખે રમશે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે

T20 World Cup 2026, Team India Super 8 Schedule: ભારતીય ટીમે ટી 20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયા સુપર 8 માં ક્વોલિફાય થઇ ગયું છે. આગામી રાઉન્ડમાં ભારતીય ટીમ તેની ત્રણ મેચ કઇ તારીખે રમશે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે

author-image
Ashish Goyal
New Update
Team India Super 8 Schedule

ટી 20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયા સુપર 8 માં ક્વોલિફાય થઇ ગઇ છે Photograph: (@BCCI)

T20 World Cup 2026, Team India Super 8 Schedule: ભારતીય ટીમે ટી 20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનને હરાવ્યું હતું અને ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત નોંધાવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા સુપર 8 માં ક્વોલિફાય થઇ ગયું છે. પ્રી-સીડિંગ અનુસાર ટીમ ઈન્ડિયાને સુપર 8 ના ગ્રુપ G1 માં X1 માનવામાં આવી હતી. હવે ટીમ ઈન્ડિયાએ X1 તરીકે અંતિમ 8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે. આગામી રાઉન્ડમાં ભારતીય ટીમ તેની ત્રણ મેચ કઇ તારીખે રમશે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે.

Advertisment

ગ્રુપ સી માં પહેલા ત્રણેય મેચ જીતીને વેસ્ટ ઇન્ડીઝની ટીમ પણ ક્વોલિફાય થઈ ગઈ છે અને તેને સુપર 8 માટે તેને X3ની પોઝિશનનાં મૂકવામાં આવી છે. આ અર્થમાં હવે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત અને વેસ્ટ ઈન્ડીઝ સુપર 8માં ટકરાશે અને તેની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. 

સુપર 8 માટે ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ

  • ભારત (X1) vs X4 : 22 ફેબ્રુઆરી, અમદાવાદ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સાંજે 7 વાગ્યે)
  • ભારત (X1) vs X2: 26 ફેબ્રુઆરી, ચેન્નાઈ (એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, સાંજે 7 વાગ્યે)
  • ભારત (X1) vs વેસ્ટ ઇન્ડીઝ (X3): 1 માર્ચ, કોલકાતા (ઇડન ગાર્ડન્સ, સાંજે 7 વાગ્યે)

શું દક્ષિણ આફ્રિકા સાથે ટક્કર થઈ શકે છે?

સુપર-8માં ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો સાઉથ આફ્રિકા સામે થઈ શકે છે. હાલમાં દક્ષિણ આફ્રિકાની ટીમ તેની શરુઆતની ત્રણ મેચ જીતીને ગ્રુપ ડી માં ટોચના ક્રમે છે. દક્ષિણ આફ્રિકાને પ્રી-સીડિંગ અનુસાર X4 માં મૂકવામાં આવી છે. સુપર 8માં સાઉથ આફ્રિકાનું સ્થાન લગભગ નિશ્ચિત લાગી રહ્યું છે.

Advertisment

ઓસ્ટ્રેલિયા અથવા ઝિમ્બાબ્વે સામે રમાશે મેચ?

ગ્રુપ બી હાલમાં સુપર 8ની દ્રષ્ટિએ ખૂબ જ રસપ્રદ લાગે છે. શ્રીલંકા તેની શરુઆતની બે મેચ જીતીને આ ગ્રુપમાં ટોચનું સ્થાન ધરાવે છે. જ્યારે ઝિમ્બાબ્વેએ પણ બે માંથી બે મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. ઓસ્ટ્રેલિયા એક મેચ જીતીને અને એકમાં હારીને ત્રીજા ક્રમે છે.

આ પણ વાંચો - ઇશાન કિશને પાકિસ્તાને સામે બે મોટા રેકોર્ડ બનાવ્યા, 19 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી

પ્રી-સીડિંગ અનુસાર ઓસ્ટ્રેલિયા X2 છે. જો તે સુપર 8માં સ્થાન મેળવશે તો નહીંતર ઝિમ્બાબ્વે જશે તો તેને X2 માનવામાં આવશે. શ્રીલંકાને સુપર 8 માટે જી2 ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તેને વાય 4 માનવામાં આવી છે. એટલે કે સુપર 8માં ભારતની મેચ 26મી માર્ચે ઓસ્ટ્રેલિયા અથવા ઝિમ્બાબ્વે સામે થશે. હવે જોવાનું એ રહેશે કે બંને ટીમોમાંથી કઈ ટીમ સુપર 8માં સ્થાન મેળવે છે.

સ્પોર્ટ્સ ક્રિકેટ ભારત ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ