/indian-express-gujarati/media/media_files/2026/02/24/t20-world-cup-2026-england-vs-pakistan-live-score-2026-02-24-18-26-17.jpg)
England vs Pakistan T20 Live Cricket Score in gujarati : ટી 20 વર્લ્ડ કપ 2026, ઇંગ્લેન્ડ વિ પાકિસ્તાન મેચ અપડેટ્સ Photograph: (જનસત્તા)
T20 World Cup 2026, England vs Pakistan LIVE Cricket Score Updates : ટી 20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ના મુકાબલામાં પાકિસ્તાને આપેલા 165 રનના પડકાર સામે ઇંગ્લેન્ડે 14 ઓવરમાં 5 વિકેટે 117 રન બનાવી લીધા છે. આ મેચ કેન્ડીના પલ્લીકેલે સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
ઇંગ્લેન્ડ ઇનિંગ્સ
-સેમ કરન 15 બોલમાં 1 ફોર સાથે 16 રને ઉસ્માન તારીકની ઓવરમાં કેચ આઉટ થયો.
-ઇંગ્લેન્ડે 11.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-હેરી બ્રુકે 28 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ટોમ બેન્ટન 6 બોલમાં 2 રને ઉસ્માન તારીકની ઓવરમાં કેચ આઉટ થયો.
-જેકોબ બેથલ 10 બોલમાં 1 ફોર સાથે 8 રને શાહિન આફ્રિદીનો ત્રીજો શિકાર બન્યો.
-જોશ બટલર 3 બોલમાં 2 રને આફ્રિદીની ઓવરમાં કેચ આઉટ થયો.
-ફિલ સોલ્ટ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના આફ્રિદીનો શિકાર બન્યો.
પાકિસ્તાન ઇનિંગ્સ
-ઇંગ્લેન્ડ તરફથી લિયામ ડોસને સૌથી વધારે 3 વિકેટ ઝડપી.
-શાદાબ ખાન 11 બોલમાં 4 ફોર સાથે 23 રને રન આઉટ.
-ઉસ્માન ખાન 8, મોહમ્મદ નવાઝ 0, શાહિન આફ્રિદી 2 રને આઉટ.
-ફખર ઝમાન 16 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 25 રને રાશિદનો શિકાર બન્યો.
-સાહિબજાદા ફરહાન 45 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે 63 રને ઓવરટનની ઓવરમાં એલબી આઉટ થયો.
-સાહિબજાદા ફરહાને 37 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-પાકિસ્તાને 13.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-બાબર આઝમ 24 બોલમાં 2 ફોર સાથે 25 રને ઓવરટનની ઓવરમાં બોલ્ડ થયો.
-સલમાન આગા 6 બોલમાં 1 ફોર સાથે 5 રને ડોસનનો શિકાર બન્યો.
-સૈમ અયુબ 7 બોલમાં 1 ફોર સાથે 7 રને આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો.
-પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો - ટીમ ઇન્ડિયા સેમિ ફાઇનલ સમીકરણ, 2012 ના ટી 20 વર્લ્ડ કપની કહાની રિપીટ ના થાય, જાણો શું બન્યું હતું
બન્ને ટીમો આ પ્રમાણે છે
ઇંગ્લેન્ડ : ફિલ સોલ્ટ, જોસ બટલર, જેકોબ બેથેલ, ટોમ બેન્ટન, હેરી બ્રુક (કેપ્ટન), સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, જેમી ઓવરટન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ.
પાકિસ્તાન : સૈમ અયુબ, સાહિબજાદા ફરહાન, સલમાન આગા (કેપ્ટન), બાબર આઝમ, ફખર ઝમાન, ઉસ્માન ખાન, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહિન આફ્રિદી, સલમાન મિર્ઝા, ઉસ્માન તારીક.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us