/indian-express-gujarati/media/media_files/2026/02/24/team-india-semi-final-qualification-scenario-2026-02-24-14-49-06.jpg)
Team India Semi Final Qualification Scenario : ટીમ ઇન્ડિયા સેમિ ફાઇનલ સમીકરણ Photograph: (@BCCI)
Team India Semi Final Qualification Scenario : ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપ 2026માં ગ્રુપ સ્ટેજની તમામ મેચો સતત જીતી હતી. જે પછી સુપર 8માં મળેલા કારમાં પરાજયથી ટીમ ઈન્ડિયાના તમામ સમીકરણો પલટાઇ ગયા છે. આ પછી ટીમ ઈન્ડિયાનો સેમિ ફાઈનલમાં પ્રવેશવાનો રસ્તો પણ મુશ્કેલ લાગી રહ્યો છે. હવે આ બાબતને ધ્યાનમાં રાખીને 14 વર્ષ પહેલા રમાયેલા ટી-20 વર્લ્ડ કપ 2012ની કહાની રિપીટ થવાનો ડર જોવા મળી રહ્યો છે.
તે ટૂર્નામેન્ટમાં પણ ભારત ગ્રુપ સ્ટેજમાં ટોપના સ્થાન રહ્યું હતું પણ ત્યાર બાદ સુપર 8માં એક પરાજયના કારણે ટીમ બહાર થવું પડ્યું હતું. વર્તમાન ટી-20 વર્લ્ડ કપમાં પણ આવા જ સમીકરણ જોવા મળી રહ્યો છે. સુપર 8ના ગ્રુપ 1માં સાઉથ આફ્રિકા સામેની ભારતની હારથી તમામ સમીકરણો બદલાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે.
ભારત બે મેચ જીત્યા પછી પણ બહાર થઈ શકે છે
ભારતીય ટીમે હવે સુપર 8માં તેની બંને મેચ જીતવી પડશે. એટલે કે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝને હરાવવા પડશે. જો ભારત આ બંને મેચ જીતે તો પણ તે સેમિ ફાઇનલમાં પહોંચી જશે તે કહીં શકાય નહીં. કારણ કે જો સાઉથ આફ્રિકાને વેસ્ટ ઇન્ડીઝ હરાવે તો ભારત, વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાના 4-4 પોઇન્ટ થશે. સાઉથ આફ્રિકાની હાર બાદ ભારતનો નેટ રનરેટ કથળી ગયો છે. બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાનો રનરેટ શાનદાર છે.
2012 ના ટી-20 વર્લ્ડ કપમાં શું બન્યું હતું?
હવે ટી-20 વર્લ્ડ કપ 2012ની કહાની પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજની બંને મેચ જીતી હતી અને ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન સાથે ગ્રુપ-એ માં ટોચનું સ્થાન મેળવ્યું હતું. જે પછી સુપર 8માં રમાયેલી પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 વિકેટથી હરાવીને 15.1 ઓવરમાં જીત મેળવી હતી. જેના કારણે ભારતનો નેટ રનરેટ ખૂબ જ ખરાબ હતો.
આ પણ વાંચો - ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ અમદાવાદમાં મેચની મજા માણી, ગાવસ્કરને પોતાનો આદર્શ કહ્યા, જય શાહને મળ્યા
આ પછી ભારતે બાકી બચેલી બે મેચ જીતીને પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. તેમ છતાં ભારત નેટ રનરેટમાં પાકિસ્તાનને પાછળ છોડી શક્યું ન હતું. પાકિસ્તાને પણ બે મેચ જીતી હતી. આ કારણોસર સુપર 8 માં ગ્રુપ 1 માં ત્રીજા ક્રમે રહેતા ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. માત્ર એક હારથી ત્યાં પણ સમીકરણ બદલાઈ ગયું હતું.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/02/24/team-india-semi-final-qualification-scenario-1-2026-02-24-14-53-24.jpg)
14 વર્ષ જૂની કહાની રિપીટ ના થઇ જાય
હવે ડર એ છે કે સાઉથ આફ્રિકા સામે મળેલો પરાજય તે કહાનીની યાદ અપાવે છે, જેના કારણે ટીમ ઈન્ડિયા 2012માં ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. કારણ કે પરિસ્થિતિ તે પ્રમાણે આવી રહી હોય તેવું લાગે છે. જો ભારત આગામી બે મેચ જીતે અને ત્રણમાંથી એક ટીમ બે મેચ જીતે તો મામલો નેટ રનરેટમાં આવી જશે.
આવી સ્થિતિમાં ભારતે એવી પણ ઈચ્છા રાખવી પડશે કે સાઉથ આફ્રિકા વેસ્ટ ઈન્ડીઝ અને ઝિમ્બાબ્વે બંનેને હરાવે. સાથે જ ભારતે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડીઝ સામેની બંને મેચ સારા અંતરથી જીતવી પડશે. ભારત તેની આગામી સુપર 8 મેચ તારીખ 26 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં ઝિમ્બાબ્વે સામે રમશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us