/indian-express-gujarati/media/media_files/2026/02/23/google-ceo-sundar-pichai-jay-shah-2026-02-23-16-14-15.jpg)
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આઈસીસી ચેરમેન જય શાહ સાથે મુલાકાત કરી હતી Photograph: (@JayShah)
T20 World Cup 2026 : ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ સુપર 8 મેચમાં હાજર રહ્યા હતા. ગુગલના સીઈઓ સુંદર પિચાઈ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર સાથે વર્લ્ડ કપ ટ્રોફી મેદાનમાં લાવ્યા હતા.
પિચાઈએ સુનીલ ગાવસ્કરને તેમના આદર્શ ગણાવ્યા
સુંદર પિચાઈએ બાદમાં મિડ-ઇનિંગ બ્રેક દરમિયાન ઓન એર બોલતા ભારતના ભૂતપૂર્વ કેપ્ટનને સુનીલ ગાવસ્કરને તેમના બાળપણના આદર્શ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે સની (ગાવસ્કર) મારા માટે ખૂબ જ સારા ખેલાડી હતા. મારી દિવાલ પર સ્પોર્ટસ્ટારનું પોસ્ટર હતું. હું નાનપણથી જ તેમને ફોલો કરું છું. હું મારા દાદા અને બીજા ઘણા લોકો સાથે વેસ્ટ ઇન્ડીઝમાં થતી રમતો માટે રેડિયો પર કોમેન્ટ્રી સાંભળતો હતો. પિચાઈ ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રવિ શાસ્ત્રી સાથે કોમેન્ટ્રી બોક્સમાં પણ જોડાયા હતા.
પિચાઈએ આઈસીસી પ્રમુખ જય શાહ સાથે મુલાકાત કરી
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આઈસીસી ચેરમેન જય શાહ સાથે મુલાકાત કરી હતી. જય શાહ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ સુપર 8 મેચમાં હાજર રહ્યા હતા. પિચાઈ મેચ પૂર્વેની કાર્યવાહી દરમિયાન પણ મેદાન પર હાજર રહ્યા હતા.
It is a pleasure for @ICC to host Google and Alphabet CEO @sundarpichai at India and South Africa's #T20WorldCup match at the Narendra Modi Stadium in Ahmedabad.
— Jay Shah (@JayShah) February 22, 2026
Our partnership with @GoogleIndia continues to grow our sport across and bring fans closer to the game than ever. pic.twitter.com/YiIbp4BxmI
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : ભારતનું સેમિ ફાઇનલમાં પહોંચવાનું આવું છે સમીકરણ, જાણો આખું ગણિત
સુપર 8 માં ટીમ ઇન્ડિયાનો દક્ષિણ આફ્રિકા સામે પરાજય
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી સુપર 8 ની મેચમાં ભારતનો દક્ષિણ આફ્રિકા સામે 76 રને કારમો પરાજય થયો હતો. દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 7 વિકેટે 187 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઇન્ડિયા 18.5 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us