ENG vs SCOT T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026, ટોમ બેન્ટનની લડાયક બેટિંગ, ઇંગ્લેન્ડનો 5 વિકેટે વિજય

T20 World Cup 2026 England vs Scotland Score: ટોમ બેન્ટનની અણનમ અડધી સદી (63) ની મદદથી ઇંગ્લેન્ડે ટી 20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સી માં સ્કોટલેન્ડ સામે 5 વિકેટે વિજય મેળવ્યો. ઇંગ્લેન્ડ બીજી જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું

T20 World Cup 2026 England vs Scotland Score: ટોમ બેન્ટનની અણનમ અડધી સદી (63) ની મદદથી ઇંગ્લેન્ડે ટી 20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સી માં સ્કોટલેન્ડ સામે 5 વિકેટે વિજય મેળવ્યો. ઇંગ્લેન્ડ બીજી જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું

author-image
Ashish Goyal
New Update
England vs Scotland Live Score | ENG vs SCOT Live Score | Live Score England vs Scotland

England vs Scotland T20 Live Cricket Score in gujarati : ટી 20 વર્લ્ડ કપ 2026, ઇંગ્લેન્ડ વિ સ્કોટલેન્ડ મેચ અપડેટ્સ Photograph: (@ICC)

T20 World Cup 2026, England vs Scotland Cricket Score Updates  :  બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ટોમ બેન્ટનની અણનમ અડધી સદી (63) ની મદદથી ઇંગ્લેન્ડે ટી 20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સી માં સ્કોટલેન્ડ સામે 5 વિકેટે વિજય મેળવ્યો હતો. સ્કોટલેન્ડ 19.4 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ઇંગ્લેન્ડે 18.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

Advertisment

ઇંગ્લેન્ડ ઇનિંગ્સ

-ટોમ બેન્ટનના 41 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 63 રન. વિલ જેક્સના 10 બોલમાં અણનમ 16 રન.

-સેમ કુરન 20 બોલમાં 1 ફોર અને 2 સિક્સર સાથે 28 રને વ્હીલની ઓવરમાં કેચ આઉટ થયો.

-ટોમ બેન્ટને 33 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-ઇંગ્લેન્ડે 12.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-હેરી બ્રુક 4 બોલમાં 4 રને બ્રે઼ વ્હીલોનો શિકાર બન્યો.

-જેકોબ બેથલ 28 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 32 રને ડેવિડસનની ઓવરમાં આઉટ.

Advertisment

-જોશ બટલર 4 બોલમાં 3 રને બ્રેડ કરીનો શિકાર બન્યો.

ફિલ સોલ્ટ 3 બોલમાં 2 રન બનાવી મેકમલેનની ઓવરમાં કેચ આઉટ થયો.

સ્કોટલેન્ડ ઇનિંગ્સ

-સ્કોટલેન્ડે 19.4 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ. ઇંગ્લેન્ડ તરફથી રાશિદે સૌથી વધારે 3 વિકેટ ઝડપી.

-ઓલિવર ડેવિડસન 15 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 20 રન.

-રિચી બેરિંગટોનના 32 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે 49 રન.

-ટોમ બ્રુસ 18 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 24 રને ડોસનનો શિકાર બન્યો.

-સ્કોટલેન્ડે 11.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-માઇકલ જોન્સ 20 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 33 રને સેમ કુરનની ઓવરમાં કેચ આઉટ.

-બ્રેન્ડન મેકમુલેન 2 બોલમાં ખાતું ખોલાયા વિના આર્ચરનો બીજો શિકાર બન્યો.

-જ્યોર્જ મુન્સે 6 બોલમાં 1 ફોર સાથે 4 રને આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો.

-સ્કોટલેન્ડ સામે ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

આ પણ વાંચો - ભારત વિ પાકિસ્તાન મેચની ઇકોનોમી : 1.50 લાખ રુપિયા સુધી વેચાઇ રહી છે ફ્લાઇટ ટિકિટ, હોટલ વાળાને પણ ચાંદી

બન્ને ટીમો આ પ્રમાણે છે

ઇંગ્લેન્ડ : ફિલ સોલ્ટ, જોસ બટલર, જેકોબ બેથેલ,  ટોમ બેન્ટન, હેરી બ્રુક (કેપ્ટન), સેમ કુરન, વિલ જેક્સ, લિયામ ડોસન, જેમી ઓવરટન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ.

સ્કોટલેન્ડ : જ્યોર્જ મુન્સે, માઇકલ જોન્સ, બ્રેન્ડન મેકમુલેન, રિચી બેરિંગટોન (કેપ્ટન), ટોમ બ્રુસ, મેથ્યુ ક્રોસ, માઇકલ લીસ્ક, માર્ક વોટ, ઓલિવર ડેવિડસન, બ્રેડ વ્હીલ, બ્રેડ કરી.

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સ્કોટલેન્ડ ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પોર્ટ્સ