/indian-express-gujarati/media/media_files/2026/02/14/india-pakistan-match-2026-02-14-15-36-48.jpg)
India Pakistan Match : ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026ની મેચ 15મી ફેબ્રુઆરીએ શ્રીલંકાના કોલંબોમાં રમાશે Photograph: (સોશિયલ મીડિયા ફાઇલ ફોટો)
T20 World Cup 2026 India Pakistan Match : ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026ની મેચ 15મી ફેબ્રુઆરીએ શ્રીલંકાના કોલંબોમાં રમાશે. જો તમે આ મેચ જોવા જવાનું પ્લાન કરી રહ્યા છો, તો તમારે તેના માટે ફ્લાઇટ ટિકિટ માટે લાખો રૂપિયા ચૂકવવા પડશે.
શનિવારને 14 ફેબ્રુઆરીએ મેકમાયટ્રિપની વેબસાઇટ પર દિલ્હી-મુંબઈથી કોલંબો સુધીની સીધી ફ્લાઇટનું ભાડું બતાવવામાં આવ્યું છે, જે મુસાફર માટે 1.45 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 16 ફેબ્રુઆરીએ કોલંબો માટે સીધી ફ્લાઇટનું ભાડું 40-50% વધુ છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/02/14/india-pakistan-match1-2026-02-14-15-38-39.jpg)
દિલ્હીથી કોલંબો ફ્લાઇટનું ભાડું
દિલ્હીથી કોલંબો સુધીની સીધી ફ્લાઇટમાં લગભગ 4 કલાકનો સમય લાગે છે. મેચના દિવસે સાંજે 7 વાગ્યા પહેલા એર ઈન્ડિયાનું નોનસ્ટોપ ફ્લાઈટનું ભાડું 1,09,339 રૂપિયા સુધીનું છે. જ્યારે શ્રીલંકન એરલાઇન્સનું ભાડું 65,914 રૂપિયાથી 1,45,219 રૂપિયા બતાવી રહ્યું છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/02/14/india-pakistan-match-2-2026-02-14-15-39-06.jpg)
મુંબઈથી કોલંબો ફ્લાઇટનું ભાડું
મુંબઈથી કોલંબો સુધીની સીધી ફ્લાઇટમાં લગભગ 3 કલાકનો સમય લાગે છે. 14 ફેબ્રુઆરીએ શ્રીલંકન એરલાઇન્સની નોનસ્ટોપ ફ્લાઇટનું ભાડું 66,122 રૂપિયા સુધી છે. 15 ફેબ્રુઆરીએ સાંજે 7 વાગ્યા પહેલા એર ઇન્ડિયાની નોનસ્ટોપ ફ્લાઇટનું ભાડું 60,030 રૂપિયા છે.
આ પણ વાંચો - ઉસ્માન તારીકની બોલિંગ પર ઉઠી રહ્યા છે સવાલો, અટકી-અટકીને બોલિંગ, સ્ટેચ્યુ જેવી મુદ્રા અને ચકિંગના આરોપ
હોટલનું ભાડું 1.14 લાખ રૂપિયા સુધી પહોંચ્યું
બીજી બાજુ જો તમે 14 ફેબ્રુઆરી અને 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં 3-5 સ્ટાર જેવી મોટી હોટલોમાં 2 લોકો માટે રૂમ બુક કરો છો, તો એક રાતનું ભાડું 1.14 લાખ રૂપિયા સુધીનું છે. જોકે જો તમે નાની હોટલોમાં રહો છો તો 2-3 હજાર રૂપિયામાં પણ રૂમ મળી જાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us