ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન બન્યું ભારત, ગૂંજી ઉઠ્યું FIFA

T20 વર્લ્ડ કપ 2026 ભારત ચેમ્પિયન બન્યું છે. ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે આ ઐતિહાસિક જીત મેળવી છે જેની ગૂંજ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ એસોસિએશન ફિફા સુધી ઉઠી છે. ફિફા અધ્યક્ષ જિયાની ઇન્ફાન્ટિનોએ આ જીત માટે ભારતને અભિનંદન પાઠવ્યા છે.

T20 વર્લ્ડ કપ 2026 ભારત ચેમ્પિયન બન્યું છે. ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે આ ઐતિહાસિક જીત મેળવી છે જેની ગૂંજ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ એસોસિએશન ફિફા સુધી ઉઠી છે. ફિફા અધ્યક્ષ જિયાની ઇન્ફાન્ટિનોએ આ જીત માટે ભારતને અભિનંદન પાઠવ્યા છે.

author-image
Haresh Suthar
New Update
fifa president gianni infantino T20 world cup 2026 | ભારત ICC T20 વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન ફિફા અધ્યક્ષ જિયાની ઇન્ફોન્ટિનોએ પાઠવ્યા અભિનંદન

ભારત T20 વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન બનતાં ફિફા અધ્યક્ષે પાઠવ્યા અભિનંદન Photograph: (Instagram)

અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે યોજાયેલ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ના ફાઈનલ જંગમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારત ચેમ્પિયન બનતાં દેશભરમાં હર્ષોલ્લાસનો માહોલ છવાયો છે. ભારતની આ ઐતિહાસિક જીતની ગૂંજ ફિફા (FIFA) સુધી પહોંચી છે. ફિફા અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનોએ જીત માટે અને ટુર્નામેન્ટના સફળ આયોજન માટે અભિનંદન પાઠવ્યા છે. 

Advertisment

ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાયેલ આ એક મહિના લાંબી ટુર્નામેન્ટે વિશ્વભરનું ધ્યાન ખેંચ્યુ અને ભારે પ્રશંસા મેળવી છે. આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવતાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલ એસોસિએશન, ફિફા અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનોએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેયર કરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) અધ્યક્ષ જય શાહના દૂરંદેશી નેતૃત્વની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા છે. 

ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ભારતીય જર્સી સાથે ફોટો શેર કરતાં ફિફા અધ્યક્ષ જિયાનીએ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા અને રમતગમત દ્વારા વિશ્વને એક કરવાના પ્રયાસમાં જય શાહ સાથે સહયોગ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. 

ફિફા અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનોએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, ICC અને મારા મિત્ર જય શાહને T20 વર્લ્ડ કપ 2026ના સફળ આયોજન માટે અભિનંદન. આ ઐતિહાસિક જીત માટે ભારતને ખૂબ ખૂબ અભિનંદન. ભારતની મુલાકાત લીધા પછી હું જાણું છું કે તમારા માટે આ કેટલું મહત્વનું છે. 

Advertisment

ICC ચેરમેન જય શાહે પ્રતિક્રિયા આપતાં લખ્યું કે, પ્રશંસા બદલ જિયાની તમારો આભાર. તમે બધાની જેમ જ સામૂહિક વૈશ્વિક રમતગમતના કાર્યક્રમોનું મહત્વ અને તેને પૂર્ણ કરવા માટે શું જરૂરી છે તે સમજો છો. અમને આશા છે કે@icc #T20WorldCup 2026 વિશ્વભરના ઘણા નવા ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકોને પ્રેરણા આપે છે. હવે અમે તમને જૂનમાં યોજાનાર #fifaworldcup માટે જવાબદારી સોંપીએ છીએ.

T20 વર્લ્ડ કપ 2026 એ બનાવ્યો નવો રેકોર્ડ

અહીં નોંધનિય છે કે, આઈસીસી અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યા ત્યારથી જય શાહ ક્રિકેટના વૈશ્વિક વ્યાપને વિસ્તારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા યોજવામાં આવેલા મેન્સ T20 વર્લ્ડ કપ 2026 એ અત્યાર સુધીની સૌથી વધારે વ્યૂઅરશીપનો નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. મેન્સ T20 વર્લ્ડ કપ 2026નું પ્રસારણ 80 કરતાં વધારે પ્રદેશોમાં અને 15 કરતાં વધારે ભાષાઓમાં કરાયું હતું.

આ પણ વાંચો | ટી20 વર્લ્ડ કપ 2026 : જાણો કોને કયો એવોર્ડ મળ્યો?

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 વિશ્વની 20 ટીમો વચ્ચે રમાયો હતો. જેમાં લીગ મેચના પોઇન્ટ ટેબલને આધારે 8 ટીમો વચ્ચે સુપર 8 જંગ ખેલાયો હતો. જેમાંથી ચાર ટીમો વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો થયો હતો. આખરે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ભારે રસાકસી સાથે રવિવારે અમદાવાદ ખાતે ફાઇનલ જંગ ખેલાયો હતો. જેમાં ભારતે ઐતિહાસિક જીત મેળવી છે. 

ફિફા વર્લ્ડ કપ જય શાહ T20 વર્લ્ડ કપ