/indian-express-gujarati/media/media_files/2026/03/09/sanju-samson-jasprit-bumrah-2026-03-09-15-03-47.jpg)
સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ અને ફાઇનલ મેચમાં ચાર વિકેટ ઝડપનારા જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો Photograph: (સોશિયલ મીડિયા)
T20 World Cup 2026 : ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડ કપ 2026માં ચેમ્પિયન બની ગઈ છે. આ જીતમાં ભારત માટે મોટી ભૂમિકા ભજવનારા બે ખેલાડીઓને બે સૌથી મોટા એવોર્ડ મળ્યા હતા. સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ અને ફાઇનલ મેચમાં ચાર વિકેટ ઝડપનારા જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ બંને ખેલાડીઓએ ભારતીય ટીમને ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
સંજુ સેમસને આ ટૂર્નામેન્ટમાં 5 મેચની પાંચ ઇનિંગ્સમાં 321 રન બનાવ્યા હતા. તે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો હતો. જ્યારે જસપ્રીત બુમરાહ વરુણ ચક્રવર્તીની સાથે 14 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર રહ્યો હતો. ફાઈનલમાં જસપ્રીત બુમરાહ 4 વિકેટ ઝડપીને ટીમની જીતનો હીરો બન્યો હતો. સંજુ સેમસને પણ ફાઇનલ મેચમાં 46 બોલમાં 89 રન બનાવ્યા હતા.
સેમસન ટી-20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનનારો ત્રીજો ભારતીય બન્યો
સંજુ સેમસન ટી-20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનનારો ત્રીજો ભારતીય બની ગયો છે. આ પહેલા વિરાટ કોહલી બે વખત અને જસપ્રીત બુમરાહ એક વખત આ એવોર્ડ જીત્યા હતા. હવે સંજુ સેમસન ત્રીજા ભારતીય બન્યો છે. આ પહેલા વિરાટે 2014 અને 2016માં અને બુમરાહે 2024માં આ એવોર્ડ જીત્યો હતો. હવે 2026માં સંજુએ આ એવોર્ડ જીતીને આ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.
આ પણ વાંચો - 32 મેચમાં 30 જીત, એક પરાજયે ભારતીય ક્રિકેટને બદલી નાખ્યું, રોહિત શર્મા છે આ દબદબાનો સૂત્રધાર
કોને કયો એવોર્ડ મળ્યો
- પ્લેયર ઓફ ધ મેચ: જસપ્રીત બુમરાહ
- પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ: સંજુ સેમસન
- ચેમ્પિયન : ભારત
- રનર્સ-અપ: ન્યૂઝીલેન્ડ
- સૌથી વધુ વિકેટ: જસપ્રીત બુમરાહ (14), વરુણ ચક્રવર્તી (14)
- સૌથી વધુ રન: સાહિબજાદા ફરહાન (પાકિસ્તાન, 383 રન)
કોની કેટલી પ્રાઇઝ મની મળી??
- ચેમ્પિયન્સ : ભારત - 3 મિલિયન ડોલર (લગભગ 27.48 કરોડ રુપિયા)
- રનર્સ-અપ : ન્યૂઝીલેન્ડ - 1.6 મિલિયન ડોલર (લગભગ 14.65 કરોડ રુપિયા)
- સેમિફાઇનલમાં હારનાર ટીમો: દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ - $790,000 (અંદાજે 7.24 કરોડ રુપિયા) દરેક ટીમ
- સુપર 8 સ્ટેજમાં બહાર થનાર ટીમો: $380,000 (લગભગ 3.48 કરોડ રુપિયા) દરેક ટીમ
- ગ્રુપ સ્ટેજમાં બહાર થનાર ટીમો: $250,000 (અંદાજે 2.29 કરોડ રુપિયા) દરેક ટીમ
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us