scorecardresearch

ફિફા વર્લ્ડ કપ 2022: ખેલાડીઓ જે બોલને લાત મારી રહ્યા છે તેની કિંમત છે લગભગ 14,000 રૂપિયા

ફિફા વર્લ્ડ કપમાં ઉપયોગ થનાર બોલનું નામ પણ હોય છે. ફૂટબોલનું નામ જે દેશમાં વર્લ્ડ કપ રમાતો હોય તે નક્કી કરે છે. આ વખતે યજમાની કતારને મળી છે અને તેણે બોલનું નામ અલ રિહલા રાખ્યું છે

ફિફા વર્લ્ડ કપ 2022: ખેલાડીઓ જે બોલને લાત મારી રહ્યા છે તેની કિંમત છે લગભગ 14,000 રૂપિયા
(Photo Credit – Adidas)

FIFA World Cup 2022: કતારમાં ફિફા વર્લ્ડ કપની શરૂઆત થઇ ગઇ છે. આ મહા મુકાબલામાં 32 ટીમો ભાગ લઇ રહી છે. 20 નવેમ્બરેથી શરૂ થયેલો આ વર્લ્ડ કપ 18 ડિસેમ્બર સુધી ચાલશે. શું તમે જાણો છો સોનેરી ટાઇટલને પોતાના નામે કરવા માટે ખેલાડીઓ જે બોલને લાત મારી રહ્યા છે તેની કિંમત લગભગ 14,000 રૂપિયા છે.

બોલનું પણ નામ હોય છે

ફિફા વર્લ્ડ કપ 2022માં ઉપયોગ કરવામાં આવી રહેલા બોલનું નામ અલ રિહલા (AL RIHLA)છે. ફિફામાં ઉપયોગ થનાર બોલનું નામ પણ હોય છે. ફૂટબોલનું નામ જે દેશમાં વર્લ્ડ કપ રમાતો હોય તે નક્કી કરે છે. આ વખતે યજમાની કતારને મળી છે અને તેણે બોલનું નામ અલ રિહલા રાખ્યું છે.

અલ રિહલાનો મતલબ થાય છે ધ જર્ની એટલે કે યાત્રા. મેચ દરમિયાન ફૂટબોલ મેદાનના ખૂણે-ખૂણાની યાત્રા કરે છે. કદાચ તેથી જ બોલનું નામ અલ રિહલા રાખવામાં આવ્યું છે. અલ રિહલાનો સંબંધ 14મી શતાબ્દીમાં પ્રસિદ્ધ ટ્રેવલર ઇબ્ર-એ-બતૂતા સાથે પણ છે. તેમની પ્રસિદ્ધિ બુકનું નામ રિહલા છે, જે એક યાત્રા વૃતાંત છે.

આ પણ વાંચો – ફિફા વર્લ્ડ કપ જીતનાર ટીમને પણ નથી મળતી અસલી ટ્રોફી, જાણો ઇતિહાસ અને રસપ્રદ ફેક્ટ

કતાર પહેલા ફિફાની યજમાની રશિયા પાસે હતી. તો તેણે ફૂટબોલનું નામ Telstar 18 રાખ્યું હતું. આ પહેલા બ્રાઝિલે Brazuca અને દક્ષિણ આફ્રિકાએ જાબુલાની નામનો ઉપયોગ કર્યો હતો. 1930માં ટૂર્નામેન્ટની શરૂઆત પછી જ બ્રાન્ડ નેમ વાળો બોલ ફિફા વર્લ્ડ કપના ઇતિહાસનો ભાગ રહ્યો છે.

સ્માર્ટ બોલ છે અલ રિહલા

ફિફાનો દાવો છે કે અલ રિહલા ટૂર્નામેન્ટના ઇતિહાસમાં કોઇપણ અન્ય બોલની સરખામણીમાં વધારે ફાસ્ટ છે. આ દાવો કેટલો સાચો છે તેનો નિર્ણય આવનાર દિવસોમાં થશે. અલ રિહલાને એડિદાસ કંપનીએ બનાવ્યો છે.

ફિફાનું કહેવું છે કે અલ રિહલાની વચ્ચે Inertial Measurement Unit (IMU)સેન્સર લગાડવામાં આવ્યું છે. આ સેન્સર વીડિયો ઓપરેશન રૂમને એક સેકન્ડમાં 500 વખત બોલ ડેટા મોકલે છે. તેની મદદથી કિક પોઇન્ટની ઘણી સટિકથી ખબર પડે છે. અલ રિહલાની ડિઝાઇન યજમાન દેશ કતારના ઝંડાથી પ્રેરિત બતાવવામાં આવી રહી છે.

Web Title: Fifa world cup 2022 al rihla official ball all you need to know

Best of Express