scorecardresearch

ફિફા વર્લ્ડ કપ 2022: રવિવારે આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે ફાઇનલ મુકાબલો, મેસ્સી પર બધાની નજર

FIFA World Cup 2022 : આર્જેન્ટિના અને ફ્રાન્સ 2-2 વખત ચેમ્પિયન બન્યા છે, ત્રીજા સ્થાન માટે રમાયેલી મેચમાં ક્રોએશિયાએ મોરક્કો સામે 2-1થી વિજય મેળવ્યો

ફિફા વર્લ્ડ કપ 2022: રવિવારે આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે ફાઇનલ મુકાબલો, મેસ્સી પર બધાની નજર
ફાઇનલ મુકાબલામાં મેસ્સી અને એમબાપે વચ્ચે જંગ જામશે (તસવીર – ટ્વિટર)

FIFA World Cup 2022 : ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલ રવિવારે (18 ડિસેમ્બર) લિયોનેલ મેસ્સીની કેપ્ટનશિપવાળી આર્જેન્ટિના અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ વચ્ચે રમાશે. ફાઇનલ મુકાબલો ભારતીય સમય પ્રમાણે રાત્રે 8.30 કલાકે શરુ થશે. ફાઇનલ મુકાબલામાં મેસ્સી અને એમબાપે વચ્ચે જંગ જામશે. ફાઇનલ મુકાબલો કતારના સૌથી મોટા સ્ટેડિયમ લુસૈલ સ્ટેડિયમમાં રમાશે. તેની ક્ષમતા લગભગ 89 હજાર દર્શકોની છે.

ફાઇનલ મુકાબલા પહેલા ક્લોઝિંગ સેરેમની યોજાશે. જેમાં ભારતીય અભિનેત્રી નોરા ફતેહી પણ પર્ફોમન્સ કરવાની છે. આ સેરેમની ફાઇનલ મુકાબલા પહેલા યોજાશે. જે ભારતીય સમય પ્રમાણે સાંજે 6.30 કલાકેથી શરુ થશે.

મેસ્સી પાસે ઇતિહાસ રચવાની તક

દુનિયાના દિગ્ગજ ફૂટબોલર ગણાતા મેસ્સી પાસે પોતાની ટીમ આર્જેન્ટિનાને ચેમ્પિયન બનાવવાની તક છે. આ મેસ્સીનો અંતિમ વર્લ્ડ કપ છે અને ફાઇનલ મેચ આર્જેન્ટિના તરફથી તેની અંતિમ મેચ હોઇ શકે છે. મેસ્સી હજુ એકપણ વખત વર્લ્ડ કપ જીતી શક્યો નથી. તેથી તેના પાસે વર્લ્ડ કપ જીતવાની અંતિમ તક છે. મેસ્સી આ વર્લ્ડ કપમાં 5 ગોલ કરી ચૂક્યો છે. આ સિવાય 3 ગોલ અસિસ્ટ પણ કર્યા છે.

આ પણ વાંચો – ફિફા વર્લ્ડ કપની કુલ પ્રાઇઝ મની 3641 કરોડ રૂપિયા, જાણો ચેમ્પિયન અને રનર્સ અપને કેટલા રૂપિયા મળશે

આર્જેન્ટિના અને ફ્રાન્સ 2-2 વખત ચેમ્પિયન બન્યા

આર્જેન્ટિના છઠ્ઠી વખત ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે. તે અત્યાર સુધી બે વખત વર્લ્ડ કપ જીતવા સફળ રહ્યું છે. 1978 અને 1986માં આર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ફ્રાન્સની વાત કરવામાં આવે તો તે 1998 અને 2018માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે.

મોરક્કોને હરાવી ક્રોએશિયા ત્રીજા સ્થાને

ફિફા વર્લ્ડ કપ 2022માં મોરક્કોને હરાવી ક્રોએશિયા ત્રીજા સ્થાને રહ્યું છે. ત્રીજા સ્થાન માટે રમાયેલી મેચમાં ક્રોએશિયાએ મોરક્કો સામે 2-1થી વિજય મેળવ્યો હતો. 7મી મિનિટે જોસ્કો ગ્વાર્ડિઓલે ગોલ ફટકારીને ક્રોએશિયાને 1-0થી લીડ અપાવી હતી. જોકે બે મિનિટ પછી 9મી મિનિટે મોરક્કો તરફથી અશરફ દારીએ ગોલ કરીને સ્કોર 1-1થી બરાબરી પર પહોંચાડ્યો હતો. પ્રથમ હાફમાં બન્ને ટીમો 1-1થી બરાબરી પર હતી. બીજા હાફમાં 42મી મિનિટે મિસ્લાવ ઓસેફે ગોલ કરીને ક્રોએશિયાને 2-1થી લીડ અપાવી હતી. આ સ્કોર મેચના અંત સુધી રહ્યો હતો.

કોને કેટલા રૂપિયા મળશે

ચેમ્પિયન – 347 કરોડ રૂપિયા
રનર્સ અપ – 248 કરોડ રૂપિયા
ત્રીજા સ્થાને રહેનાર ટીમ – 223 કરોડ રૂપિયા
ચોથા સ્થાને રહેનાર ટીમ – 206 કરોડ રૂપિયા

Web Title: Fifa world cup 2022 argentina vs france final match