scorecardresearch

FIFA World Cup 2022: ફિફા વર્લ્ડ કપની કુલ પ્રાઇઝ મની 3641 કરોડ રૂપિયા, જાણો ચેમ્પિયન અને રનર્સ અપને કેટલા રૂપિયા મળશે

FIFA World Cup 2022: ફિફા વર્લ્ડ કપની ફાઇનલ રવિવારે 18 ડિસેમ્બરે લિયોનેલ મેસ્સીની કેપ્ટનશિવાળી આર્જેન્ટિના અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ વચ્ચે રમાશે, ફાઇનલ મુકાબલો ભારતીય સમય પ્રમાણે રાત્રે 8.30 કલાકે રમાશે

ફિફા વર્લ્ડ કપમાં વિજેતા થનાર ટીમને કરોડો રૂપિયામાં મળશે (File Photo)
ફિફા વર્લ્ડ કપમાં વિજેતા થનાર ટીમને કરોડો રૂપિયામાં મળશે (File Photo)

FIFA World Cup 2022 Prize Money: ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલ રવિવારે 18 ડિસેમ્બરે લિયોનેલ મેસ્સીની કેપ્ટનશિવાળી આર્જેન્ટિના અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ વચ્ચે રમાશે. ફાઇનલ મુકાબલો ભારતીય સમય પ્રમાણે રાત્રે 8.30 કલાકે રમાશે. ફાઇનલમાં ચેમ્પિયન થનાર ટીમને કરોડો રૂપિયાની લોટરી લાગશે.

વિજેતા ટીમને મળશે 347 કરોડ રૂપિયા

ફિફા વર્લ્ડ કપમાં વિજેતા થનાર ટીમને કરોડો રૂપિયામાં મળશે. ચેમ્પિયન અને રનર્સ અપ જ નહીં ત્રીજા અને ચોથા નંબરે રહેનારી ટીમને પણ કરોડો રૂપિયા મળશે. આ રકમ આઈપીએલના મુકાબલે ઘણી છે. આ વખતે ફિફા વર્લ્ડ કપમાં કુલ પ્રાઇઝ મની 440 મિલિયન ડોલર (લગભગ 3641 કરોડ રૂપિયા) નક્કી કરવામાં આવી છે. તેમાં ચેમ્પિયન ટીમને 42 મિલિયન ડોલર (લગભગ 347 કરોડ રૂપિયા)મળશે. આ 2018ના વર્લ્ડ કપ કરતા 4 મિલિયન ડોલર વધારે છે. રનર્સ અપ ટીમને 30 મિલિયન ડોલર (લગભગ 248 કરોડ રૂપિયા) મળશે.

ત્રીજા અને ચોથા નંબરે રહેનારી ટીમને પણ મળશે કરોડો રૂપિયા

ચેમ્પિયન અને રનર્સ અપ સિવાય ત્રીજા અને ચોથા નંબરે રહેનારી ટીમને પણ મોટી રકમ મળશે. ફાઇનલના એક દિવસ પહેલા એટલે કે 17 ડિસેમ્બરે ત્રીજા સ્થાન માટે મેચ રમાશે. આ મુકાબલો સેમિ ફાઇનલમાં પરાજિત થનાર ક્રોએશિયા અને મોરક્કા વચ્ચે રમાશે. જીતનાર ટીમ ત્રીજા સ્થાને રહેશે અને હારનાર ટીમ ચોથા સ્થાને રહેશે. તે પ્રમાણે ઇનામની રકમ આપવામાં આવશે.

આ પણ વાંચો – દીપિકા પાદુકોણ: પ્રથમ વખત કોઇ ભારતીય અભિનેત્રી ઉઠાવશે ફિફા વર્લ્ડ કપની ટ્રોફી

કોને કેટલા રૂપિયા મળશે

ચેમ્પિયન – 347 કરોડ રૂપિયા
રનર્સ અપ – 248 કરોડ રૂપિયા
ત્રીજા સ્થાને રહેનાર ટીમ – 223 કરોડ રૂપિયા
ચોથા સ્થાને રહેનાર ટીમ – 206 કરોડ રૂપિયા

બાકી ટીમોને કેટલા રૂપિયા મળશે

વર્લ્ડ કપમાં રમનારી દરેક ટીમને 9-9 મિલિયન ડોલર મળશે. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી ટીમને 13 મિલિયન ડોલર મળશે. જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં હારનાર ટીમોને 17 મિલિયન ડોલર મળશે.

Web Title: France vs argentina final match know fifa world cup 2022 prize money

Best of Express