FIFA World Cup: કતારમાં રમાય રહેલા ફિફા વર્લ્ડ કપ 2022 (Qatar FIFA World Cup 2022)વિવાદોના કારણે ચર્ચામાં બનેલો છે. નવો વિવાદ વન લવ આર્મબેન્ડના (One Love armband) કારણે ઉભો થયો છે. આ આર્મબેન્ડ બધાને સરખા ગણવા અને કોઇપણ પ્રકારના ભેદભાવ સામે સંદેશો આપવા માટે બનાવ્યા છે. નેધરલેન્ડે તેને લોન્ચ કર્યો છે અને ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ડેનમાર્ક, નોર્વે, સ્વિત્ઝર્લેન્ડ, બેલ્જીયમ, જર્મની અને વેલ્સ તેને સમર્થન કરે છે. આ ટીમોના કેપ્ટનો આ આર્મબેન્ડનો ઉપયોગ કરવાના છે.
વન લવ આર્મબેન્ડ સીધી રીતે LGBTW વિરોધી કાનૂનોથી જોડાયેલ નથી પણ કતારમાં સમાવેશિતાને પ્રોત્સાહન આપવા માટે છે. કતાર એક એવો દેશ છે જ્યાં સમલૈંગિક સંબંધો સામે કાનૂન છે. ઇંગ્લેન્ડ સોમવારે ઇરાન સામે પોતાની પ્રથમ મેચ રમશે. આ દરમિયાન મેદાન પર વન લવ આર્મબેન્ડ પ્રથમ વખત જોવા મળી શકે છે. ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી કેને કહ્યું છે કે તે તેને પહેરશે. નેધરલેન્ડના કેપ્ટવન વર્જિલ વેન ડિજ્કેએ પણ આવું જ કહ્યું છે.
ફિફાએ લગાવ્યો છે પ્રતિબંધ
ફિફાએ ઇંગ્લેન્ડ પર આર્મબેન્ડ પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જો ઇંગ્લેન્ડનો કેપ્ટન હેરી કેન ફિફાના નિયમોને તોડે અને તેને પહેરવાનો નિર્ણય કરે તો તેની સામે કાર્યવાહી થઇ શકે છે. મેચ શરુ થતા જ આવું જ થઇ શકે છે. આ મુદ્દે ફિફાએ કહ્યું કે જો ટીમ અથવા ખેલાડીઓ આવું કરશે તો નિયમોનું ઉલ્લંઘન હશે.ફિફા ખેલાડીઓ પર પ્રતિબંધ પણ લગાવી શકે છે.
આ પણ વાંચો – કતારમાં મહિલાઓએ ઘૂંટણથી ઉપર સ્કર્ટ પહેર્યું અને પુરુષ શર્ટલેસ થયા તો થશે જેલ, દારૂ ઉપર પણ પ્રતિબંધ
અલગ-અલગ રાઉન્ડમાં અલગ-અલગ સ્લોગન
ફિફાએ શનિવારે એકજુટતા સંદેશાના રૂપમાં વૈકલ્પિક આર્મબેન્ડ લોન્ચ કર્યો છે. અલગ-અલગ રાઉન્ડમાં ફિફા આર્મબેન્ડ પર અલગ-અલગ સ્લોગન હશે. તેના ડિઝાઈનમાં વન લવ આર્મબેન્ડના દિલનો સમાવેશ કરાયો છે. જોકે રેનબો નથી જે સામાન્ય રીતે એલજીબીટી સમુદાયનું પ્રતિક છે.
નેધરલેન્ડના કેપ્ટને શું કહ્યું
નેધરલેન્ડના કેપ્ટન વર્જિલ વેન ડિજ્કે કહ્યું કે હું કાલે વન લવ આર્મબેન્ડ પહેરીશ. અમારા દ્રષ્ટિકોણથી કશું પણ બદલાયું નથી. જો મને તે પહેરવા પર યલ્લો કાર્ડ મળશે તો અમારે તેના પર ચર્ચા કરવી પડશે. કારણ કે મને યલ્લો કાર્ડ રહેતા રમવાનું પસંદ નથી.