FIFA World Cup 2022: કતારમાં ફિફા વર્લ્ડ કપ 2022 શરુ થવામાં ફક્ત બે દિવસની વાર છે. 20 નવેમ્બરે દુનિયાની સૌથી મોટી ફૂટબોલ ટૂર્નામેન્ટ શરુ થશે. પ્રથમ મેચ કતાર અને ઇક્વાડોર વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટને જોવા માટે દુનિયાભરથી પ્રશંસકો ખાડી દેશ પહોંચી રહ્યા છે. જોકે કતારમાં એટલા સખત નિયમો છે કે તેને તોડવા પર મુશ્કેલી સર્જાઇ શકે છે. દંડ સાથે જેલ જવાની સ્થિતિ આવી શકે છે.
ડ્રેસ કોડને લઇને નિયમ (Dress Code Rules)
મહિલાઓ નાના કપડા પહેરી શકશે નહીં. તેમનો ખભો અને ઘૂંટણ ઢાંકેલા હોવા જોઈએ. જાહેર સ્થળો પર લોંગ શર્ટ કે ટ્રાઉઝર પહેરવું પડશે. આપત્તિજનક સ્લોગન વાળા ડ્રેસ પહેરવા પર પ્રતિબંધ છે. પુરુષ સ્ટેડિયમમાં શર્ટ ઉતારી શકશે નહીં. લાંબા કાર્ગો પેન્ટ કે હળવા ચિનોજ પહેરવાની મંજૂરી છે જેથી ઘૂંટણ ઢાંકેલા રહે.
આ પણ વાંચો – મુકેશ અંબાણી ફુટબોલ ક્લબ ‘લિવરપુલ’ને ખરીદવા ઉત્સુક
દારૂને લઇને નિયમ (Rules For Alcohol)
કતારમાં દારૂ પર પ્રતિબંધ છે પણ ટૂર્નામેન્ટને ધ્યાનમાં રાખીને ઘણા સ્થાનો પર ફેન ઝોન બન્યા છે. પ્રશંસકોને ત્યાં નિર્ધારિત સમય પર દારૂ મળશે. તેની બહાર કોઇ દારૂ પી શકશે નહીં. એસોસિયેટેડ પ્રેસે જાણકારી આપી છે કે સ્ટેડિયમમાં આલ્કોહોલવાળા બીયરના વેચાણ ઉપર પણ પ્રતિબંધની તૈયારીમાં છે. આલ્કોહોલ વગરનો દારૂ પીવાની મંજૂરી હશે.
બ્રાઝિલે કરવો પડ્યો હતો નિયમોમાં ફેરફાર
જોકે આયોજકોએ આ હજુ જાહેરાત કરી નથી. વિશ્વ કપની યજમાનીની બોલી પ્રક્રિયા શરુ કરવા પર કતારે ફિફાના વ્યાવસાયિક ભાગીદારોનું સન્માન કરવા પર સહમતિ વ્યક્ત કરીહતી. 2010માં બીડ જીત્યા પછી કરાર પર હસ્તાક્ષર કરતા સમયે પણ કર્યું હતું. બ્રાઝિલમાં 2014ના વર્લ્ડ કપમાં યજમાન દેશને દારૂના વેચાણની મંજૂરી માટે એક નિયમમાં ફેરફાર કરવા પર મજબૂર થવું પડ્યું હતું.