ફિફા વર્લ્ડ કપ 2022: ઇરાનની ટીમે ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા ના ગાયું પોતાનું રાષ્ટ્રગાન, જાણો કારણ

ફિફા વર્લ્ડ કપ 2022 : ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે મેચ પહેલા જ્યારે રાષ્ટ્રગાન વાગ્યું તો ઇરાનની ટીમના બધા ખેલાડીઓ ચુપ હતા, મેચમાં ઇંગ્લેન્ડે ઇરાન સામે 6-2થી વિજય મેળવ્યો

Written by Ashish Goyal
Updated : November 21, 2022 23:18 IST
ફિફા વર્લ્ડ કપ 2022: ઇરાનની ટીમે ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા ના ગાયું પોતાનું રાષ્ટ્રગાન, જાણો કારણ
ઇરાનની ફૂટબોલ ટીમના બધા ખેલાડીઓએ આવું પોતાની સરકાર સામે ચાલી રહેલા પ્રદર્શનનું સમર્થન કરવા માટે કર્યું છે (તસવીર - ટ્વિટર)

FIFA World Cup 2022: ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ-2022માં વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે. ઇરાનની ફૂટબોલ ટીમે (Irani Football Team)સોમવારે ઇંગ્લેન્ડ સામે મેચ પહેલા પોતાનું રાષ્ટ્રગાન ગાવાની ના પાડી દીધી હતી. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે મેચ પહેલા જ્યારે રાષ્ટ્રગાન વાગ્યું તો ઇરાનની ટીમના બધા ખેલાડીઓ ચુપ હતા. ઇરાનના બધા ખેલાડીઓએ રાષ્ટ્રગાન ગાયું ન હતું.મેચમાં ઇંગ્લેન્ડે ઇરાન સામે 6-2થી વિજય મેળવ્યો હતો.

ઇરાનની ફૂટબોલ ટીમના બધા ખેલાડીઓએ આવું પોતાની સરકાર સામે ચાલી રહેલા પ્રદર્શનનું સમર્થન કરવા માટે કર્યું છે. ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા ઇરાન ફૂટબોલ ટીમના કેપ્ટન અલીરેજા જહાનબખ્સે કહ્યું હતું કે ટીમના બધા ખેલાડી મળીને એ નક્કી કરશે તેમને સરકાર સામે ચાલી રહેલા પ્રદર્શનના સમર્થનમાં રાષ્ટ્રગાન ગાવું છે કે નહીં.

ઇરાનમાં સરકારનો વિરોધ થઇ રહ્યો છે

ઇરાનમાં 16 સપ્ટેમ્બરે પોલીસ લોકઅપમાં મહસા અમીની નામની મહિલાનું મોત થયું હતું. તે પછી ઇરાનમાં સરકારનો વિરોધ થઇ રહ્યો છે. હિઝાબ વિરોધી પ્રદર્શન દરમિયાન પોલીસે કુર્દ મૂળની મહિલા મહસા અમીનીની તેહરાનમાં ધરપકડ કરી હતી. ત્રણ દિવસ પછી અમીનીનું મોત થયું હતું. તેના પર ઇરાનની અંદર મહિલાઓથી સંબંધિત ડ્રેસ કોડના ઉલ્લંઘનનો આરોપ હતો. ડ્રેસ કોડના મતે મહસાએ હિઝાબ પહેર્યો ન હતો. ત્યા મહિલાઓ માટે હિઝાબ ફરજીયાત છે.

આ પણ વાંચો – ફિફા વર્લ્ડ કપ 2022માં સામે આવ્યો નવો વિવાદ, આર્મબેન્ડ છે કારણ, જાણો શું છે ઘટના

કતાર વર્લ્ડ કપમાં ઘણા વિવાદો સામે આવ્યા

કતાર વર્લ્ડ કપ શરૂ થતા જ ઘણા વિવાદો સામે આવી રહ્યા છે. કતારમાં ચુસ્ત નિયમો હોવાથી મહિલાઓ નાના કપડા પહેરી શકશે નહીં. તેમનો ખભો અને ઘૂંટણ ઢાંકેલા હોવા જોઈએ. જાહેર સ્થળો પર લોંગ શર્ટ કે ટ્રાઉઝર પહેરવું પડશે. આપત્તિજનક સ્લોગન વાળા ડ્રેસ પહેરવા પર પ્રતિબંધ છે. પુરુષ સ્ટેડિયમમાં શર્ટ ઉતારી શકશે નહીં. લાંબા કાર્ગો પેન્ટ કે હળવા ચિનોજ પહેરવાની મંજૂરી છે જેથી ઘૂંટણ ઢાંકેલા રહે.કતારમાં દારૂ પર પ્રતિબંધ છે પણ ટૂર્નામેન્ટને ધ્યાનમાં રાખીને ઘણા સ્થાનો પર ફેન ઝોન બન્યા છે. પ્રશંસકોને ત્યાં નિર્ધારિત સમય પર દારૂ મળશે. તેની બહાર કોઇ દારૂ પી શકશે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ