ફિફા વર્લ્ડ કપ 2022 : અમેરિકા સામે ખરાબ રમ્યા તો પરિવારજનોએ ભોગવવો પડશે દંડ, ઇરાને પોતાના જ ફૂટબોલર્સને આપી ધમકી

ફિફા વર્લ્ડ કપ 2022 : સીએનએને પોતાના સૂત્રોનો હવાલો આપીને જણાવ્યું કે કતારમાં રહેવા દરમિયાન ખેલાડીઓ પર નજર રાખવા માટે ઇરાન પાસે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મી છે

Written by Ashish Goyal
Updated : November 29, 2022 22:50 IST
ફિફા વર્લ્ડ કપ 2022 : અમેરિકા સામે ખરાબ રમ્યા તો પરિવારજનોએ ભોગવવો પડશે દંડ, ઇરાને પોતાના જ ફૂટબોલર્સને આપી ધમકી
ઇરાનના ફૂટબોલ ખેલાડીઓને તેમના જ દેશે ધમકી આપી છે (તસવીર - ટ્વિટર)

FIFA World Cup 2022: ઇરાનના ફૂટબોલ ખેલાડીઓને તેમના જ દેશે ધમકી આપી છે. સીએનએનના રિપોર્ટ પ્રમાણે સંયુક્ત રાજ્ય અમેરિકાની ટીમ સામે સારું નહીં રમવા પર ઇરાનની સરકાર પોતાના ખેલાડીઓના પરિવારો સામે હિંસા અને ટોર્ચરનો રસ્તો અપનાવશે.

સીએનએને પોતાના સૂત્રોનો હવાલો આપીને જણાવ્યું કે કતારમાં રહેવા દરમિયાન ખેલાડીઓ પર નજર રાખવા માટે ઇરાન પાસે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મી છે. રિપોર્ટ પ્રમાણે ઇરાનના કોચ કાર્લોસ ક્વિરોઝે ધમકી વચ્ચે ઇરાની રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. જોકે તે સ્પષ્ટ થઇ શક્યું નથી કે આ મુલાકાત કઇ વાત પર થઇ છે.

ફૂટબોલ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે પ્રથમ મેચ પહેલા ઇરાનના ખેલાડીઓએ રાષ્ટ્રગાન ગાવાથી ઇન્કાર કરી દીધો હતો. સીએનએનના રિપોર્ટ પ્રમાણે ઇંગ્લેન્ડ સામે મેચ પહેલા ખેલાડીઓને ભેટ અને કાર આપવાની ઓફર કરવામાં આવી હતી. ખેલાડીઓ ધમકીઓથી નારાજ હતા. જોકે વેલ્સ સામે મેચ પહેલા ઇરાનના ખેલાડીઓએ રાષ્ટ્રગાન ગાયું હતું.

આ પણ વાંચો – ખેલાડીઓ જે બોલને લાત મારી રહ્યા છે તેની કિંમત છે લગભગ 14,000 રૂપિયા

ઇરાનમાં સરકારનો વિરોધ થઇ રહ્યો છે

ઇરાનમાં 16 સપ્ટેમ્બરે પોલીસ લોકઅપમાં મહસા અમીની નામની મહિલાનું મોત થયું હતું. તે પછી ઇરાનમાં સરકારનો વિરોધ થઇ રહ્યો છે. હિઝાબ વિરોધી પ્રદર્શન દરમિયાન પોલીસે કુર્દ મૂળની મહિલા મહસા અમીનીની તેહરાનમાં ધરપકડ કરી હતી. ત્રણ દિવસ પછી અમીનીનું મોત થયું હતું. તેના પર ઇરાનની અંદર મહિલાઓથી સંબંધિત ડ્રેસ કોડના ઉલ્લંઘનનો આરોપ હતો. ડ્રેસ કોડના મતે મહસાએ હિઝાબ પહેર્યો ન હતો. ત્યા મહિલાઓ માટે હિઝાબ ફરજીયાત છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ