ફિફા વર્લ્ડ કપમાં બીજો મેજર અપસેટ, જાપાને ચાર વખતના ચેમ્પિયન જર્મનીને હરાવ્યું

ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ : જાપાને જર્મની સામે 2-1થી વિજય મેળવ્યો, જાપાનની ટીમે ઇતિહાસમાં પ્રથમ વખત જર્મનીને હરાવ્યું

Written by Ashish Goyal
Updated : November 23, 2022 22:19 IST
ફિફા વર્લ્ડ કપમાં બીજો મેજર અપસેટ, જાપાને ચાર વખતના ચેમ્પિયન જર્મનીને હરાવ્યું
જાપાને ચાર વખતના ચેમ્પિયન જર્મનીને હરાવ્યું (તસવીર - ટ્વિટર)

FIFA World Cup 2022: ફિફા વર્લ્ડ કપ 2022માં વધુ એક અપસેટ જોવા મળ્યો છે. જાપાને ચાર વખતના ચેમ્પિયન જર્મની સામે 2-1થી શાનદાર વિજય મેળવ્યો છે. ફિફા રેન્કિંગમાં જર્મનીની ટીમ 11માં ક્રમાંકે છે જ્યારે જાપાનની ટીમ 24માં નંબરે છે. મેચનો પ્રથમ હાફ જર્મનીના નામે રહ્યો હતો. તેણે 1-0થી લીડ બનાવી હતી. જોકે બીજા હાફમાં જાપાને દમદાર રમત બતાવતા 2-1થી મેચ પોતાના નામે કરી હતી.

આવી રીતે થયા ગોલ

મેચનો પ્રથમ ગોલ જર્મનીએ 33મી મિનિટે કર્યો હતો. પેનલ્ટીથી જર્મનીના ઇલ્કે ગુંડોગે ગોલ કર્યો હતો. પ્રથમ હાફમાં આ એકમાત્ર ગોલ થયો હતો. બીજા હાફમાં 75મી મિનિટે જાપાનના રિત્સુ દોને ગોલ કરીને સ્કોર 1-1થી સરભર કર્યો હતો. મેચની અંતિમ ક્ષણો હતી ત્યારે 83મી મિનિટે તકુમા અસાનોએ ગોલ કરીને જાપાનને 2-1થી મહત્વપૂર્ણ લીડ અપાવી હતી. જે મેચના અંત સુધી રહી હતી.પ્રથમ હાફમાં જાપાન અને જર્મનીએ 2-2 ગોલ બીજા પણ કર્યા હતા. જોકે તે ઓફસાઇડ જાહેર કર્યા હતા.

આ પણ વાંચો – ફિફા વર્લ્ડ કપ જીતનાર ટીમને પણ નથી મળતી અસલી ટ્રોફી, જાણો ઇતિહાસ અને રસપ્રદ ફેક્ટ

જાપાને પ્રથમ વખત જર્મનીને હરાવ્યું

જાપાને આ જીત સાથે ઇતિહાસ રચી દીધો છે. જાપાનની ટીમે ઇતિહાસમાં પ્રથમ વખત જર્મની સામે વિજય મેળવ્યો છે. આ પહેલા બન્ને ટીમો વચ્ચે 4 મેચો રમાઇ હતી. જેમાં 2 મેચમાં જર્મનીનો વિજય થયો હતો. જ્યારે 2 મેચ ડ્રો રહી હતી.

પ્રથમ હાફમાં જર્મનીનો ઘણો દબદબો હતો

પ્રથમ હાફમાં જર્મનીનો ઘણો દબદબો રહ્યો હતો. પ્રથમ હાફમાં જર્મનીના 463 પાસેસ રહ્યા હતા. જ્યારે જાપાનના ફક્ત 106 જ હતા. જર્મની પાસે 81 ટકા પઝેશન રહી હતી. જાપાન પાસે ફક્ત 19 ટકા.જોકે બીજા હાફમાં જાપાને બે ગોલ કરી બાજી પલટી નાખી હતી.

સાઉદી અરબે આર્જેન્ટિનાને હરાવી અપસેટ સર્જ્યો હતો

લિયોનેલ મેસ્સીની ટીમ આર્જેન્ટિનાનો પ્રથમ મેચમાં સાઉદી અરબ સામે 2-1થી પરાજય થયો હતો. આર્જેન્ટિના તરફથી એકમાત્ર ગોલ મેસ્સીએ પેનલ્ટી કિકથી કર્યો હતો. સાઉદી અરબ તરફથી સાલેહ અલશેહરી અને સલેમ અલડસારીએ 1-1 ગોલ કર્યો હતો. આર્જેન્ટિનાએ અંતિમ સમય સુધી ગોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ સફળતા મળી ન હતી. ઇતિહાસમાં પ્રથમ વખત આર્જેન્ટિનાનો સાઉદી અરબ સામે પરાજય થયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ