/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/12/FIFA-World-Cup.jpg)
પરાજય સાથે જ રોનાલ્ડો ભાવુક બનીને રડી પડ્યો હતો (તસવીર - ટ્વિટર)
FIFA World Cup 2022: ફિફા વર્લ્ડ કપ 2022માં ફ્રાન્સ અને મોરક્કોની ટીમે સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. કવાર્ટર ફાઇનલમાં મોરક્કોએ પોર્ટગલ સામે 1-0થી વિજય મેળવ્યો હતો. જ્યારે બીજી ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સે ઇંગ્લેન્ડ સામે 2-1થી વિજય મેળવ્યો હતો. ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલના અભિયાનના અંત આવ્યો છે. આ સાથે જ રોનાલ્ડોનું વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું અધુરું રહ્યું છે.
ફ્રાન્સનો ઇંગ્લેન્ડ સામે 2-1થી વિજય
ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ બન્નેએ મેચની શરૂઆત આક્રમક અંદાજમાં કરી હતી. 17મી મિનિટમાં ઓરેલિયેન ચુઆમેનીએ બોક્સની બહારથી ગોલ કરીને ફ્રાન્સને 1-0થી લીડ અપાવી હતી. હાફ ટાઇમ સુધી આ સ્કોર રહ્યો હતો. મેચની 55મી મિનિટમાં ઇંગ્લેન્ડના હેરી કેને ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો. જોકે 78મી મિનિટે ફ્રાન્સના ઓલિવર જિરુડે હેડરથી ગોલ કરીને ટીમને 2-1થી લીડ અપાવી હતી. જે અંત સુધી રહી હતી.
મોરક્કો સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ આફ્રિકી દેશ
ફિફા વર્લ્ડ કપમાં મોરક્કા સામે 1-0થી પરાજય થતા પોર્ટુગલના અભિયાનનો અંત આવ્યો છે. ટીમના પરાજય સાથે જ ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનું વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાઇ ગયું છે. પરાજય સાથે જ રોનાલ્ડો ભાવુક બનીને રડી પડ્યો હતો. બીજી તરફ મોરક્કા ફિફા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ આફ્રિકી દેશ બન્યો છે. મોરક્કો તરફથી એકમાત્ર ગોલ 42મી મિનિટે યુસુફે કર્યો હતો.
Cristiano Ronaldo in tears. Portugal are out. Shock. 🇵🇹💔 #FIFAWorldCuppic.twitter.com/vvfeLik5sn
— Adriano Del Monte (@adriandelmonte) December 10, 2022
આ પણ વાંચો - દીપિકા પાદુકોણ: પ્રથમ વખત કોઇ ભારતીય અભિનેત્રી ઉઠાવશે ફિફા વર્લ્ડ કપની ટ્રોફી
38 વર્ષના રોનાલ્ડોનો આ પાંચમો વર્લ્ડ કપ હતો પણ એકપણ વખત પોતાની ટીમને ચેમ્પિયન બનાવી શક્યો નથી. મોરક્કોની ટીમે બીજા હાફમાં ઇન્જરી ટાઇમમાં લગભગ 6 મિનિટ 10 ખેલાડીઓ સાથે રમી હતી પણ પોર્ટુગલ ફાયદો ઉઠાવી શકી ન હતી. રોનાલ્ડોને મેચમાં શરૂઆતના 11માં સ્થાન આપ્યું ન હતું. તે 50મી મિનિટે સબસ્ટિટ્યૂટના રૂપમાં મેદાનમાં ઉતર્યો હતો.
સેમિફાઇનલ લાઇનઅપ
આર્જેન્ટિના વિ. ક્રોએશિયા
ફ્રાન્સ વિ. મોરક્કો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us