scorecardresearch

ફિફા વર્લ્ડ કપ 2022 : રોનાલ્ડોની ટીમ પોર્ટુગલને હરાવી મોરક્કો સેમિફાઇનલમાં, ફ્રાન્સનો ઇંગ્લેન્ડ સામે વિજય

FIFA World Cup 2022: ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનું વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું અધુરું રહ્યું, મોરક્કા ફિફા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ આફ્રિકી દેશ બન્યો

ફિફા વર્લ્ડ કપ 2022 : રોનાલ્ડોની ટીમ પોર્ટુગલને હરાવી મોરક્કો સેમિફાઇનલમાં, ફ્રાન્સનો ઇંગ્લેન્ડ સામે વિજય
પરાજય સાથે જ રોનાલ્ડો ભાવુક બનીને રડી પડ્યો હતો (તસવીર – ટ્વિટર)

FIFA World Cup 2022: ફિફા વર્લ્ડ કપ 2022માં ફ્રાન્સ અને મોરક્કોની ટીમે સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. કવાર્ટર ફાઇનલમાં મોરક્કોએ પોર્ટગલ સામે 1-0થી વિજય મેળવ્યો હતો. જ્યારે બીજી ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સે ઇંગ્લેન્ડ સામે 2-1થી વિજય મેળવ્યો હતો. ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલના અભિયાનના અંત આવ્યો છે. આ સાથે જ રોનાલ્ડોનું વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું અધુરું રહ્યું છે.

ફ્રાન્સનો ઇંગ્લેન્ડ સામે 2-1થી વિજય

ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ બન્નેએ મેચની શરૂઆત આક્રમક અંદાજમાં કરી હતી. 17મી મિનિટમાં ઓરેલિયેન ચુઆમેનીએ બોક્સની બહારથી ગોલ કરીને ફ્રાન્સને 1-0થી લીડ અપાવી હતી. હાફ ટાઇમ સુધી આ સ્કોર રહ્યો હતો. મેચની 55મી મિનિટમાં ઇંગ્લેન્ડના હેરી કેને ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો. જોકે 78મી મિનિટે ફ્રાન્સના ઓલિવર જિરુડે હેડરથી ગોલ કરીને ટીમને 2-1થી લીડ અપાવી હતી. જે અંત સુધી રહી હતી.

મોરક્કો સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ આફ્રિકી દેશ

ફિફા વર્લ્ડ કપમાં મોરક્કા સામે 1-0થી પરાજય થતા પોર્ટુગલના અભિયાનનો અંત આવ્યો છે. ટીમના પરાજય સાથે જ ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનું વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાઇ ગયું છે. પરાજય સાથે જ રોનાલ્ડો ભાવુક બનીને રડી પડ્યો હતો. બીજી તરફ મોરક્કા ફિફા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ આફ્રિકી દેશ બન્યો છે. મોરક્કો તરફથી એકમાત્ર ગોલ 42મી મિનિટે યુસુફે કર્યો હતો.

આ પણ વાંચો – દીપિકા પાદુકોણ: પ્રથમ વખત કોઇ ભારતીય અભિનેત્રી ઉઠાવશે ફિફા વર્લ્ડ કપની ટ્રોફી

38 વર્ષના રોનાલ્ડોનો આ પાંચમો વર્લ્ડ કપ હતો પણ એકપણ વખત પોતાની ટીમને ચેમ્પિયન બનાવી શક્યો નથી. મોરક્કોની ટીમે બીજા હાફમાં ઇન્જરી ટાઇમમાં લગભગ 6 મિનિટ 10 ખેલાડીઓ સાથે રમી હતી પણ પોર્ટુગલ ફાયદો ઉઠાવી શકી ન હતી. રોનાલ્ડોને મેચમાં શરૂઆતના 11માં સ્થાન આપ્યું ન હતું. તે 50મી મિનિટે સબસ્ટિટ્યૂટના રૂપમાં મેદાનમાં ઉતર્યો હતો.

સેમિફાઇનલ લાઇનઅપ

આર્જેન્ટિના વિ. ક્રોએશિયા
ફ્રાન્સ વિ. મોરક્કો

Web Title: Fifa world cup 2022 quarter finals result france morocco advance into semi finals england portugal knocked out