GT vs RR Playing 11: રાજસ્થાનના વિજય રથને રોકવા માટે ગુજરાત કરશે ફેરફાર? આવી હશે પ્લેઇંગ ઈલેવન

IPL 2024, GT vs RR Playing 11 Prediction: આજે જયપુરમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ટક્કર થશે. રાજસ્થાન અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી. ત્યારે રાજસ્થાનના વિજય રથને રોકવા માટે ગુજરાત શું કરશે.એ જોવું રહ્યું.

IPL 2024, GT vs RR Playing 11 Prediction: આજે જયપુરમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ટક્કર થશે. રાજસ્થાન અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી. ત્યારે રાજસ્થાનના વિજય રથને રોકવા માટે ગુજરાત શું કરશે.એ જોવું રહ્યું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GT vs RR Pitch Report, IPL 2024: આજે જયપુરમાં રાજસ્થાન અને ગુજરાત વચ્ચે થશે ટક્કર, કેવો રહેશે પીચ અને મૌસમનો મિજાજ?

GT vs RR Playing 11: ગુજરાત વિ. રાજસ્થાન, આઈપીએલ 24મી મેચ, photo X @rajasthanroyals, @gujarat_titans

IPL 2024 Match 24, Gujarat Titans vs Rajasthan royals Playing XI, ગુજરાત વિ. રાજસ્થાન : IPL 2024માં બુધવારે રાજસ્થાન રોયલ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાન હાલમાં લીગમાં એકમાત્ર એવી ટીમ છે જે અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. તેણે તેની પ્રથમ ચાર મેચ જીતી છે. હવે શુબમન ગીલની કપ્તાનીમાં ગુજરાત સામે રાજસ્થાનના વિજેતા રથને રોકવાનો મોટો પડકાર છે.

Advertisment

ગુજરાત વિ. રાજસ્થાન : ગુજરાત ટાઇટન્સમાં થઇ શકે છે ફેરફાર

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ આ મેચ રમવી ગુજરાત ટાઈટન્સના ડેવિડ મિલર માટે હજી નક્કી નથી.કારણ કે તેઓ હજુ પણ સંપૂર્ણ ફિટ નથી. રિદ્ધિમાન સાહાની ઉપલબ્ધતા અંગે કોઈ સ્પષ્ટતા નથી. પીઠના દુખાવાને કારણે તે છેલ્લી મેચમાં રમી શક્યો નહોતો. ટીમ સ્ટાર વિજય શંકર ફોર્મમાં નથી.આવી સ્થિતિમાં મિડલ ઓર્ડરને મજબૂત કરવા માટે ટાઇટન્સ શાહરૂખ ખાન અથવા અભિનવ મનોહરને ટીમમાં સ્થાન આપી શકે છે. તે કેન વિલિયમસનના સ્થાને મેથ્યુ વેડને લેવાનું પણ વિચારી શકે છે કારણ કે વિલિયમસન ફોર્મમાં નથી. મોહિત શર્મા ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ટીમમાં હશે.

Gujarat Titans vs Rajasthan Royals Playing 11 Prediction: ગુજરાત વિ. રાજસ્થાન, આઈપીએલ 24મી મેચ
GT vs RR Playing 11: ગુજરાત વિ. રાજસ્થાન, આઈપીએલ 24મી મેચ, photo X @rajasthanroyals, @gujarat_titans

ગુજરાત વિ. રાજસ્થાન : સંદીપ શર્મા પરત નહીં ફરે

આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સના સંદીપ શર્મા છેલ્લી બે મેચ રમી શક્યા ન હતા. તે હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ નથી. ટીમના સહાયક કોચ ટ્રેવર પેને જણાવ્યું હતું કે સંદીપ શર્મા ગુજરાત સામેની મેચ બાદ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. રાજસ્થાન રોયલ્સે છેલ્લી મેચમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે શુભમ દુબેને ટીમમાં સામેલ કર્યો હતો. નવદીપ સૈની પણ NCAમાંથી સંપૂર્ણ ફિટ થઈને પરત ફર્યો છે.

Advertisment

આ પણ વાંચોઃ- ઇમરજન્સી રજા લઇને મહિલા ઓફિસથી આઈપીએલ મેચ જોવા સ્ટેડિયમ પહોંચી, બોસે લાઇવ ટીવી પર પકડી ચોરી

ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન

શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, કેન વિલિયમ્સન/મેથ્યુ વેડ, બીઆર શરથ (wk), વિજય શંકર/અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, દર્શન નલકાંડે, નૂર અહેમદ, ઉમેશ યાદવ, સ્પેન્સર જોન્સન

  • ઈમ્પેક્ટ પ્લેયર - મોહિત શર્મા

રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), રેયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, આર. અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, નંદ્રે બર્જર, યુઝવેન્દ્ર ચહલ.

  • ઈમ્પેક્ટ પ્લેયર - શુભમ દુબે
રાજસ્થાન રોયલ્સ ગુજરાત ટાઇટન્સ IPL સ્પોર્ટ્સ