આ ગુજરાતી ક્રિકેટરે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ સંન્યાસ લઈ સૌ કોઈને ચોંકાવી દીધા

પ્રિયાંક પંચાલ ઘરેલુ ક્રિકેટમાં ગુજરાતની ટીમથી રમ્યો હતો. હવે તેના સંન્યાસ પર ગુજરાત ક્રિકેટ એસોસિએશને તેને શાનદાર ક્રિકેટ પ્રવાસ માટે શુભેચ્છા પાઠવી છે.

Written by Rakesh Parmar
Updated : May 26, 2025 18:32 IST
આ ગુજરાતી ક્રિકેટરે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ સંન્યાસ લઈ સૌ કોઈને ચોંકાવી દીધા
પ્રિયાંક પંચાલે વર્ષ 2008માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમવાનું શરૂ કરી દીધુ હતું. (તસવીર: સોશિયલ મીડિયા)

ભારતીય ટીમ જૂન મહિનામાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે, જ્યાં તમને પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ રમવાની છે. હવે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ ભારતના પ્રિયાંક પંચાલે સંન્યાસની જાહેરાત કરી દીધી છે. તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની ઘોષણા કરી છે. ઘરેલુ ક્રિકેટમાં તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. પરંતુ તેને ક્યારેય પણ ભારતીય ટીમમાં મેચ રમવાની તક મળી નથી.

ગુજરાત ક્રિકેટ એસોસિએશને શુભેચ્છા પાઠવી

પ્રિયાંક પંચાલ ઘરેલુ ક્રિકેટમાં ગુજરાતની ટીમથી રમ્યો હતો. હવે તેના સંન્યાસ પર ગુજરાત ક્રિકેટ એસોસિએશને તેને શાનદાર ક્રિકેટ પ્રવાસ માટે શુભેચ્છા પાઠવી છે. આ સિવાય એક્સ પર લખ્યું છે કે, એક યુગનો અંત. પ્રિયાંકે તમામ ફોર્મેટમાં ઈન્ડિયા-એ અને ગુજરાતની કેપ્ટનશીપ સંપૂર્ણ મનથી અને ગર્વ સાથે કરી છે. અમે તેના સમર્પણને સાલમ કરીએ છીએ અને તેને આગળની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

પ્રિયાંક પંચાલે 16 કલાક પહેલા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને સંન્યાસનો સંકેત આપી દીધો હતો. ત્યારે તેણે લખ્યું હતું કે, અહીં નજર રાખજો. એનાઉસમેન્ટ.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બનાવ્યા 8000 થી વધુ રન

પ્રિયાંક પંચાલે વર્ષ 2008માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમવાનું શરૂ કરી દીધુ હતું. હવે તેને લાંબ કરિયર પર વિરામ લગાવવાનો નિર્ણય કર્યો છે. તેણે 127 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 8856 રન બનાવ્યા, જેમાં 29 સદી અને 34 અડધી સદી સામેલ છે. ત્યાં જ લિસ્ટ-એ માં તેના નામે 3672 રન છે.

આ પણ વાંચો: શું ધોનીએ નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું છે? ગુજરાત સામેની મેચ પછી ‘થાલા’એ શું કહ્યું?

ગુજરાતને રણજી ટ્રોફી જીતાડી હતી

આ સિવાય તેણે 2016-17માં ગુજરાતને પ્રથમ રણજી ટ્રોફીનો પુરસ્કાર જીતાડવામાં પણ તેની મહત્ત્વની ભૂમિકા હતી. સાથે જ તે વિજય હજારે ટ્રોફી (2015-16) અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (2012-13 અને 2013-14) પણ જીતાડી હતી. ઘરેલુ ક્રિકેટમાં વર્ષો સુધી તે ગુજરાત માટે મહત્ત્વની કડી બનીને રહ્યો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ