નોન સ્ટ્રાઇકર પર બેટ્સમેનના રન આઉટ થવા પર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બિલકુલ સ્પષ્ટ છે. ખેલ ભાવનાનો હવાલો આપીને આ મુદ્દાને હવા આપનારને તેણે જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે ભાડમાં જાય ખેલ ભાવના. આપણે આ વિશે હંગામો કરવાનું બંધ કરવાની જરૂર છે. એટલું જ નહીં તેનું એ પણ કહેવું છે કે આઈસીસીએ તેને લઇને નિયમ બનાવ્યો છે. જો ખોટું છે તો નિયમ હટાવી દે.
આઈસીસીએ આ રીતે આઉટ થનારને રન આઉટ ગણાવ્યો છે. આઈસીસીના પ્લેઇંગ કંડિશનના નિયમોમાં ફેરફાર એક ઓક્ટોબરથી લાગુ થઇ ગયા છે. આમ છતા આ રીતે આઉટ કરનારને ક્રિકેટ સાથે જોડાયેલા કેટલાક ખાસ વર્ગો દ્વારા ખેલ ભાવનાની વિરુદ્ધ બતાવવામાં આવે છે.
આ મુદ્દો તે સમયે ચર્ચાનો વિષય બન્યો હતો જ્યારે દિપ્તી શર્માએ ચાર્લી ડીનને નોન સ્ટ્રાઇકર એન્ડ પર રન આઉટ કરી હતી. ભારતીય ટીમે ગત મહિને ઇંગ્લેન્ડમાં મહિલા વન-ડે શ્રેણીમાં 3-0થી જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપ 2022માં આઈસીસી રિવ્યૂ પોડકાસ્ટ પર હાર્દિક પંડ્યાએ કહ્યું કે આપણે તે વિશે (નોન સ્ટ્રાઇકર એન્ડ પર રન આઉટ) હંગામો કરવાનું બંધ કરી દેવું જોઈએ. આ બિલકુલ સરળ નિયમ છે.
આ પણ વાંચો – 23 ઓક્ટોબરનો દિવસ વિરાટ માટે છે લકી, ક્યારેય નથી થતો આઉટ, જુઓ રસપ્રદ ફેક્ટ્સ
હાર્દિક પંડ્યાને પૂછવામાં આવ્યું હતું કે તે નિયમો અને રણનીતિમાં ફેરફારને કેવી રીતે જોવે છે. તેના પર હાર્દિકે કહ્યું કે જો ખેલ ભાવનાની વિરુદ્ધ છે તો નિયમથી હટાવી દે. વ્યક્તિગત રુપથી મને તેમાં કોઇ સમસ્યા નથી. જો આ સ્પોર્ટ્સ સ્પિરિટની વિરુદ્ધ છે તો ભાડમાં જાય ખેલ ભાવના.
હાર્દિક પંડ્યાએ કહ્યું કે જો હું ક્રિઝમાંથી બહાર નીકળી રહ્યો છું અને મને કોઇ રન આઉટ કરે છે તો તેમાં મારી ભૂલ છે. તે બોલર પોતાના ફાયદા માટે આ નિયમનો ઉપયોગ કરી રહ્યો છે. આ બિલકુલ યોગ્ય છે. તેમાં કોઇ મોટી વાત નથી.