હાર્દિક પંડ્યાએ એમએસ ધોની સાથે શેર કરી તસવીર, સાક્ષીની મિત્રએ કહ્યું- આ વીરુની બસંતી નહીં નાચે

Ind Vs Nz 1st T20I in Ranchi : હાર્દિક પંડ્યાએ ધોની સાથે તેના વિન્ટેજ બાઇક પર તસવીર શેર કરી, તસવીરના કેપ્શનમાં હાર્દિકે લખ્યું હતું કે ‘શોલે 2 જલ્દી આવી રહી છે’

Written by Ashish Goyal
January 26, 2023 15:40 IST
હાર્દિક પંડ્યાએ એમએસ ધોની સાથે શેર કરી તસવીર, સાક્ષીની મિત્રએ કહ્યું- આ વીરુની બસંતી નહીં નાચે
રાંચીમાં હાર્દિક પંડ્યા અને એમએસ ધોની (Instagram/HardikPandya)

Hardik Pandya Posts Pictures With MS Dhoni: ગુરુવારે 26મી જાન્યુઆરીના દિવસે ભારતીય ટી-20 ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે તસવીર પોસ્ટ કરી હતી. હાર્દિકે ધોની સાથે તેના જૂના બાઇક પર તસવીર શેર કરી હતી. તસવીરના કેપ્શનમાં હાર્દિકે લખ્યું હતું કે ‘શોલે 2 જલ્દી આવી રહી છે’. તસવીરમાં હાર્દિક પંડ્યા ધોનીની વિન્ટેજ બાઇક પર બેસેલો છે. ધોની તેની બાજુમાં બેસેલો જોવા મળે છે. આ તસવીર ધોનીના રાંચી સ્થિત ઘરની છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટી-20 મેચ રાંચીમાં 27 જાન્યુઆરીએ રમશે.

હાર્દિક પંડ્યાની પોસ્ટ પર ઘણી કોમેન્ટો આવી

હાર્દિક પંડ્યાએ તસવીર પોસ્ટ કર્યા પછી પ્રશંસકો તેના પર પ્રતિક્રિયા આપવા લાગ્યા હતા. એનસીપી નેતા અને રાજ્યસભા સાંસદ પ્રફુલ પટેલની પુત્રી પૂર્ણા પટેલે કોમેન્ટ કરી છે. પૂર્ણા પટેલે લખ્યું કે આ વીરુની બસંતી નાચશે નહીં. આ પછી હસવાવાળી ઇમોજી શેર કરી અને સાક્ષી ધોનીને ટેગ કરી છે. પૂર્ણા પટેલ સાક્ષી ધોનીની મિત્ર છે. સ્પોર્ટ્સ એન્કર જતિન સપ્રુએ લખ્યું કે બ્રિગેડિયર સૂર્યા પ્રતાપની એમ્બેસેડર પણ પાછળ છે. જતિને પણ હસવાવાળી ઇમોજી પોસ્ટ કરી છે.

આ પણ વાંચો – ધોનીની ધીમી બેટિંગ પર ગુસ્સે થયા હતા રવિ શાસ્ત્રી, ઇંગ્લેન્ડ સામે 86 રને થયો હતો પરાજય, પુસ્તકમાં ખુલાસો

તસવીરને શેર કરવા માટે હાર્દિકનો આભાર માનતા એક યૂઝરે લખ્યું કે થેન્ક્યું હાર્દિક ભાઇ એમએસને બતાવવા બદલ. એક યૂઝરે લખ્યું કે એક ફ્રેમમાં બે સુપરસ્ટાર. ઘણા લોકોએ હાર્દિક પંડ્યાની પોસ્ટ પર કોમેન્ટ કરી છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 27 જાન્યુઆરીએ શ્રેણીની પ્રથમ ટી-20 મેચ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 27 જાન્યુઆરીને શુક્રવારે શ્રેણીની પ્રથમ ટી-20 મેચ રમાશે. ટીમ ઇન્ડિયા બુધવારે 25 જાન્યુઆરીએ ધોનીના હોમટાઉન રાંચી પહોંચી હતી. ટી-20માં હાર્દિક પંડ્યા કેપ્ટનશિપ કરશે. આ પહેલા રોહિત શર્માની આગેવાનીમાં વન-ડેમાં ભારતે ન્યૂઝીલેન્ડનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ