હરમનપ્રીત કૌરે બનાવ્યો નવો કીર્તિમાન, ઇંગ્લેન્ડમાં આ સિદ્ધિ મેળવનાર બીજી ભારતીય ખેલાડી

Harmanpreet Kaur runs: ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે મંગળવારે (22 જુલાઈ) ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે ઇંગ્લેન્ડમાં 1000 રન બનાવનારી બીજી ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે.

Written by Rakesh Parmar
July 22, 2025 22:28 IST
હરમનપ્રીત કૌરે બનાવ્યો નવો કીર્તિમાન, ઇંગ્લેન્ડમાં આ સિદ્ધિ મેળવનાર બીજી ભારતીય ખેલાડી
હરમનપ્રીત કૌર ઇંગ્લેન્ડમાં 1000 રન બનાવનારી બીજી ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. (તસવીર: BCCIWomen/X)

INDW vs ENGW 3rd ODI: ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે મંગળવારે (22 જુલાઈ) ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે ઇંગ્લેન્ડમાં 1000 રન બનાવનારી બીજી ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. તેના પહેલા ભારતની ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજે આ સિદ્ધિ હાંસલ કરી હતી. ત્રણ મેચોની શ્રેણી 1-1 થી બરાબર છે.

ઇંગ્લેન્ડમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય મહિલા ક્રિકેટરોની વાત કરીએ તો મિતાલી રાજે 41 મેચની 39 ઇનિંગ્સમાં 48.59 ની સરેરાશથી 1555 રન બનાવ્યા છે. પૂનમ રાઉત ત્રીજા નંબરે છે. તેણીએ 741 રન બનાવ્યા છે. સ્મૃતિ મંધાનાએ 715 રન બનાવ્યા છે. દીપ્તિ શર્માએ 344 રન બનાવ્યા છે. સંધ્યા અગ્રવાલે 344, અંજુમ ચોપરાએ 311 અને વેદ કૃષ્ણમૂર્તિએ 299 રન બનાવ્યા છે.

ઇંગ્લેન્ડમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય મહિલા ક્રિકેટરોમાં અંજુ જૈનના 234, ઝુલન ગોસ્વામીના 211 અને અમિત શર્માના 207 રનનો સમાવેશ થાય છે. હેમલતા કલાએ 198, હરલીન દેઓલના 142, ચંદ્રકાંતા કૌલના 137, રેશ્મા ગાંધીના 122, શશી ગુપ્તાના 108 અને રીમા મલ્હોત્રાના 100 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: સરફરાઝ ખાને 17 કિલો વજન ઘટાડ્યું, ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડીએ પૃથ્વી શોને યાદ કર્યો

ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો

ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે અડધી સદીની ભાગીદારી કરી. પ્રતિકા રાવલે 26 રન બનાવ્યા. સ્મૃતિ મંધાનાએ 45 રન બનાવ્યા. ચાર્લી ડીન અને સોફી એક્લેસ્ટોને વિકેટ લીધી. ભારતીય ટીમે T20 શ્રેણી જીત્યા બાદ પ્રથમ ODI જીતી. ઇંગ્લેન્ડે વરસાદથી પ્રભાવિત બીજી ODI જીતી હતી.

ઇંગ્લેન્ડ મહિલા ટીમની પ્લેઇંગ ઇલેવન

ટેમી બ્યુમોન્ટ, એમી જોન્સ (વિકેટકીપર), એમ્મા લેમ્બ, નેટ સાયવર-બ્રન્ટ (કેપ્ટન), સોફિયા ડંકલી, એલિસ ડેવિડસન રિચાર્ડ્સ, ચાર્લોટ ડીન, સોફી એક્લેસ્ટોન, લિન્સી સ્મિથ, લોરેન ફાઇલર, લોરેન બેલ.

ભારત મહિલા ટીમની પ્લેઇંગ ઇલેવન

સ્મૃતિ મંધાના, પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમીમા રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, રાધા યાદવ, સ્નેહ રાણા, શ્રી ચારણી, ક્રાંતિ ગૌડ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ