શું 2027 વનડે વર્લ્ડ કપમાં હર્ષિત રાણાનું રમવું ફાઈનલ થઈ ગયું? ગૌતમ ગંભીરના નિવેદનથી ચર્ચાઓ શરૂ

ઘરઆંગણે દક્ષિણ આફ્રિકાને 2-1થી હરાવ્યા બાદ ભારતીય ટીમે 2027 વનડે વર્લ્ડ કપ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. શ્રેણી જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કેટલાક મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે.

Written by Rakesh Parmar
December 07, 2025 19:10 IST
શું 2027 વનડે વર્લ્ડ કપમાં હર્ષિત રાણાનું રમવું ફાઈનલ થઈ ગયું? ગૌતમ ગંભીરના નિવેદનથી ચર્ચાઓ શરૂ
હર્ષિત રાણા (તસવીર: સોશિયલ મીડિયા)

ઘરઆંગણે દક્ષિણ આફ્રિકાને 2-1થી હરાવ્યા બાદ ભારતીય ટીમે 2027 વનડે વર્લ્ડ કપ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. શ્રેણી જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કેટલાક મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. આ દરમિયાન તેમણે હર્ષિત રાણા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ચાહકો પૂછી રહ્યા છે કે શું 2027 વનડે વર્લ્ડ કપમાં રાણાનું સ્થાન હવે લગભગ પુષ્ટિ થયેલ છે. ગંભીરનું નિવેદન ચર્ચાનો વિષય બની ગયું છે.

ગૌતમ ગંભીરે હર્ષિત રાણા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું

જ્યારે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઇન્ડિયાની ઝડપી બોલિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “અમે હર્ષિત રાણા જેવા ખેલાડીઓ ડેલવોપ કરવા માંગીએ છીએ જેથી અમને નંબર 8 પર બેટિંગ સપોર્ટ મળી શકે અને ટીમમાં સંતુલન જાળવી શકાય.” દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ (2027 વર્લ્ડ કપ) બે વર્ષમાં આવી રહ્યો છે, જ્યાં ત્રણ શક્તિશાળી ઝડપી બોલરોની જરૂર પડશે. જો હર્ષિત બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ડેવલપ કરવાનું ચાલુ રાખે છે, તો તે ટીમ માટે એક મોટો ફાયદો હશે.

આ પણ વાંચો: સ્મૃતિ મંધાના પલાશ મુછલ સાથે લગ્ન નહીં કરે; ભારતીય મહિલા ક્રિકેટરે કહ્યું, હવે આ મામલો સમાપ્ત

આ શ્રેણીમાં જસપ્રીત બુમરાહની વાપસી અને અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને હર્ષિતના પ્રદર્શનથી ટીમ મજબૂત બની છે. તે બધાને મર્યાદિત તકો મળી છે પરંતુ તેઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

હર્ષિત રાણાની કારકિર્દી ટૂંકી રહી છે

યુવાન ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હર્ષિત રાણાની કારકિર્દી ટૂંકી રહી છે. રાણાએ અત્યાર સુધીમાં 11 વનડે રમી છે, જેમાં તેણે 20.5 ની સરેરાશ અને 128.13 ના સ્ટ્રાઇક રેટથી સ્કોર કર્યો છે. જોકે તેને ફક્ત ચાર ઇનિંગ્સમાં બેટિંગ કરવાની તક મળી છે. રાણાએ 25.55 ની સારી સરેરાશથી બોલ સાથે 20 વિકેટ પણ લીધી છે. જોકે આ સમયગાળા દરમિયાન રાણાનો ઇકોનોમી રેટ 6.01 રહ્યો છે, જેના પર હર્ષિતને કામ કરવાની જરૂર પડશે.

ઓલરાઉન્ડર બનવા માટે હર્ષિતને તેની બેટિંગમાં પણ સુધારો કરવાની જરૂર પડશે. વર્લ્ડ કપ હજુ 18 મહિના દૂર હોવાથી હાલમાં કોઈ ખેલાડીનું સ્થાન નિશ્ચિત લાગતું નથી. ઝડપી બોલર હોવાને કારણે ઈજા થવાનું જોખમ પણ રહેલું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ