scorecardresearch

IPL 2023 : આઇપીઅલમાં સૌથી વધારે રન કરનાર ટોપ 10 બેટ્સમેન, વિરાટ કોહલી છે નંબર વન

IPL Auction 2023 : 23 ડિસેમ્બર 2022ના રોજ કોચ્ચીમાં ખેલાડીઓની મિની હરાજી થશે, આઇપીએલ અત્યાર સુધીની બધી સિઝનની વાત કરીએ તો વધુ રન મામલે વિરાટ કોહલી સૌથી મોખરે છે

IPL 2023 : આઇપીઅલમાં સૌથી વધારે રન કરનાર ટોપ 10 બેટ્સમેન, વિરાટ કોહલી છે નંબર વન
વિરાટ કોહલી (RCB/Twitter)

IPL Auction 2023 : IPL 2023 માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ક્રિકેટ શોખીનો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે ક્યારે આઇપીએલ 2023 મહાજંગ શરૂ થાય. વર્ષ 2008થી શરૂ થયેલ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ક્રિકેટના મહારથીઓએ રનનો ખડકલો કર્યો છે. આઇપીએલ અત્યાર સુધીની બધી સિઝનની વાત કરીએ તો વધુ રન મામલે વિરાટ કોહલી સૌથી મોખરે છે. આવો જાણીએ ટોપ 10 બેટ્સમેન અંગે કે જેમણે સૌથી વધુ રન બનાવ્યા છે.

  1. વિરાટ કોહલી

ટીમ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન વિરાટ કોહલી નામ મુજબ આઇપીએલમાં પણ વિરાટ રેકોર્ડ ધરાવે છે. આઇપીએલમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. વિરાટ કોહલી આઇપીએલમાં 223 મેચ રમ્યો છે. જેમાં 215 ઇનિંગ્સ રમી કુલ 6624 રન બનાવ્યા છે. જેમાં 32 વખત અણનમ રહ્યો છે. વિરાટનો હાઇએસ્ટ સ્કોર 113 રન, સ્ટ્રાઇક રેટ 129.15 રહ્યો છે. વિરાટે પાંચ સદી ફટકારી છે તેમજ 44 અડધી સદી ફટકારી છે. વિરાટે 218 સિક્સ અને 578 ફોર લગાવી છે.

  1. શિખર ધવન

શિખર ધવન આઇપીએલમાં સૌથી વધુ રન કરવાના મામલે વિરાટ પછી બીજા ક્રમે છે. ધવન 206 મેચમાં 205 ઇનિંગ્સ રમ્યો છે અને 6244 રન કર્યા છે. ધવનનો હાઇએસ્ટ સ્કોર 106 રન અણનમ છે. જ્યારે સ્ટ્રાઇક રેટ 126.35 છે. ધવને 2 સદી અને 47 અડધી સદી ફટકારી છે. ધવને 136 સિક્સ અને 701 ફોર લગાવી છે.

  1. ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નર આઇપીએલમાં સૌથી વધુ રન કરવાના મામલે ત્રીજ ક્રમે છે. વોર્નરે 162 મેચ રમતાં 140.69 સ્ટ્રાઇક રેટ સાથે કુલ 5881 રન બનાવ્યા છે. જેમાં તે 22 વખત અણનમ રહ્યો છે. વોર્નરે 4 સદી અને 54 અડધી સદી ફટકારી છે. વોર્નરનો હાઇએસ્ટ સ્કોર 126 રનનો છે. વોર્નરે 211 સિક્સ અને 561 બાઉન્ડરી લગાવી છે.

  1. રોહિત શર્મા

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા આઇપીએલમાં સૌથી વધુ રન કરવાના મામલે ચોથા ક્રમે છે. રોહિતે 227 મેચમાં 222 ઇનિંગ્સ રમી 28 વખત અણનમ રહી કુલ 5879 રન બનાવ્યા છે. રોહિતનો હાઇએસ્ટ સ્કોર અણનમ 100 રન છે અને સ્ટ્રાઇક રેટ 129.89 રહ્યો છે. રોહિતે એક સદી અને 40 અડધી સદી ફટકારી છે. રોહિતે કુલ 240 સિક્સ અને 519 ફોર ફટકારી છે.

આ પણ વાંચો – જાણો આઈપીએલની તમામ 10 ટીમના રિટેન કરેલા ખેલાડીઓ, કઈ ફ્રેન્ચાઇઝી પાસે હરાજી માટે કેટલા રૂપિયા બચ્યા?

  1. સુરેશ રૈના

ક્રિકેટમાંથી ભલે નિવૃત્તિ લીધી હોય પરંતુ આજે પણ સુરેશ રૈનાનું નામ આઇપીએલ રેકોર્ડમાં ગૂંજી રહ્યું છે. સૌથી વધુ રન બનાવવા મામલે સુરેશ રૈના પાંચમા સ્થાને છે. રૈનાએ એક સદી અને 39 અડધી સદી ફટકારી છે. રૈનાએ 205 મેચમાં 200 ઇનિંગ્સ રમી 136.76 સ્ટ્રાઇક રેટ સાથે કુલ 5528 રન બનાવ્યા છે. રૈનાનો હાઇએસ્ટ સ્કોર અણનમ 100 રન છે. રૈના 30 વખત નોટ આઉટ રહ્યો છે. રૈનાએ કુલ 203 સિક્સર અને 506 ફોર ફટકારી છે.

આઈપીએલમાં સૌથી વધારે રન બનાવનાર ટોપ 10 બેટ્સમેન
  1. એબી ડી વિલિયર્સ

એબી ડી વિલિયર્સ પણ હાલમાં આઇપીએલ નથી રમતો પરંતુ એનું નામ ગૂંજે છે. સૌથી વધુ રન બનાવવા મામલે તે છઠ્ઠા ક્રમે છે. ડી વિલિયર્સે 184 મેચમાં 170 ઇનિંગ્સ રમી કુલ 5162 રન બનાવ્યા છે. તેનો હાઇએસ્ટ સ્કોર અણનમ 133 રન છે અને તે 40 વખત નોટ આઉટ રહ્યો છે. ડી વિલિયર્સે 3 સદી અને 40 અડધી સદી ફટકારી છે. તેનો સ્ટ્રાઇક રેટ 151.68 રહ્યો છે. ડી વિલિયર્સે 251 સિક્સર અને 413 ફોર લગાવી છે.

  1. મહેન્દ્રસિંહ ધોની

કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોની સૌથી વધુ રન બનાવવા મામલે સાતમા ક્રમે છે. 234 મેચમાં 206 ઇનિંગ્સ રમતાં 135.20 સ્ટ્રાઇક રેટ સાથે કુલ 4978 રન બનાવ્યા છે. ધોની એકેય સદી નથી કરી શક્યો પરંતુ 27 અડધી સદી નોંધાવી છે અને 79 વખત નોટ આઉટ રહ્યો છે. ધોનીએ 229 સિક્સર અને 346 ફોર ફટકારી છે.

  1. ક્રિસ ગેલ

આઇપીએલ ક્રિકેટમાં મનોરંજનની સાથે રેકોર્ડ મામલે પણ ક્રિસ ગેલનું નામ ગૂંજી રહ્યું છે. આઇપીએલમાં હાઇએસ્ટ રન કરવાના મામલે ગેલ મોખરે છે. સૌથી વધારે વ્યક્તિગત 175 રનનો રેકોર્ડ ગેલના નામે છે. આઇપીએલમાં ગેલ કુલ 142 મેચ રમ્યો છે જેમાં 148.96 સ્ટ્રાઇક રેટ સાથે કુલ 4965 રન કર્યા છે. ગેલ 16 વખત નોટ આઉટ રહ્યો છે. ગેલે 357 સિક્સ અને 405 ફોર લગાવી છે. ગેલે 6 સદી અને 31 અડધી સદી કરી છે.

  1. રોબિન ઉથપ્પા

આઇપીએલમાં સૌથી વધુ રન કરવામાં રોબિન ઉથપ્પા નવમા ક્રમે છે. ઉથપ્પાએ 205 મેચમાં 197 ઇનિંગ્સ રમી કુલ 4952 રન કર્યા છે. તે 17 વખત નોટ આઉટ રહ્યો છે. ઉથપ્પાનો સ્ટ્રાઇક રેટ 130.35 રહ્યો છે અને 27 અડધી સદી ફટકારી છે. ઉથપ્પાએ 182 સિક્સ અને 481 ફોર ફટકારી છે.

  1. દિનેશ કાર્તિક

આઇપીએલમાં સૌથી વધુ રન બનાવવા માટે દિનેશ કાર્તિક 10મા ક્રમે છે. દિનેશ કાર્તિકે 229 મેચમાં 208 ઇનિંગ્સ રમતાં 132.65 સ્ટ્રાઇક રેટ સાથે કુલ 4376 રન બનાવ્યા છે. કાર્તિકનો હાઇએસ્ટ સ્કોર 97 રન અણનમ છે અને તે 45 વખત નોટ આઉટ રહ્યો છે. કાર્તિકે 19 ફિફ્ટી ફટકારી છે. કાર્તિકે 125 સિક્સ અને 406 ફોર લગાવી છે.

Web Title: Highest run scorer in ipl virat kohli number one

Best of Express